Rohit and Virat in T20I: ભારતીય ટીમ આજકાલ હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની આગેવાનીમાં શ્રીલંકા વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સીરીઝ રમી રહી છે, અને પ્રથમ મેચમાં જીત બાદ હવે આજે બીજી ટી20 મેચ રમાવવાની છે, પરંતુ આ ટીમમાં કોઇ સીનિયર ખેલાડી નથી. જોકે, હવે સમાચાર છે કે, આગામી ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાં પણ કોઇ સીનિયર ખેલાડી નહીં જોવા મળે. 


હાલમાં હાર્દિક પંડ્યા વાળી યંગ બ્રિગેડ સારુ પ્રદર્શન કરી રહી છે, અને રિપોર્ટ છે કે, આગામી કિવી ટીમ સામે રમાનારી ટી20 સીરીઝમાં પણ રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી લગભગ અસંભવ છે. તેમનું ટીમમાં સિલેક્શન થવુ લગભગ અસંભવ લાગી રહ્યું છે. 


ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સીરીઝ નહીં હોય રોહિત-વિરાટ -
ભારતીય ટીમ શ્રીલંકા સામેની ટી20 સીરીઝ બાદ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સીરીઝ અને ત્રણ મેચોની વનડે સીરીઝ રમવાની છે. આગામી 18 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડ સામે વનડે સીરીઝ શરૂ થઇ રહી છે, અને આ પછી 27 જાન્યુઆરીથી ટી20 સીરીઝ રમાશે. પરંતુ આ સીરીઝમાં રોહિત શર્મા કે વિરાટ કોહલી નહીં જોવા મળે. કેમ કે બન્નેની ટી20 આંતરરાષ્ટ્રીય કેરિયર હવે અંતિમ પડાવ પર છે. બીસીસીઆઇ નવા ફ્યૂચર ટી20 પ્લાનને તૈયાર કરવામાં લાગી છે, અને વિરાટ અને રોહિત ફિટ નથી બેસતાં.


હાર્દિક પંડ્યા જ રહેશે ટી20 કેપ્ટન - 
રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ હવે ટી20 ટીમનો કેપ્ટન લગભગ હાર્દિક પંડ્યા જ રહેશે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાની યુવા બ્રિગેડ સારુ પરફોર્મન્સ કરી રહી છે. બીસીસીઆઇ પહેલાથી જ સ્પિલ્ટ કેપ્ટનશી તરફ જોઇ રહી છે. આવામાં આશા છે કે, હાર્દિક જ આગામી કેપ્ટન બની રહેશે.


Team India: 'રોહિત-કોહલી તમને નહીં અપાવે વર્લ્ડકપ....', - કયા દિગ્ગજે આપ્યું આવું નિવેદન, ને કેમ ?


કપિલ દેવે વર્લ્ડકપ મિશન પર એક ઇન્ટરવ્યૂમાં વાત કરતાં કહ્યું કે, જો તમે રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભરોસે વર્લ્ડકપ મિશન પુરું કરવા માંગશો તો એવુ નહીં થાય. કેમ કે માત્ર એક-બે ખેલાડી વર્લ્ડકપ નથી જીતડતા. કપિલે કહ્યું કે, ટીમના કૉચ, કેપ્ટન અને સિલેક્ટરે કેટલાક કડક નિર્ણયો લેવા પડશે, યુવાઓને તક આપવી પડશે. ટીમમાં મોટા ફેરફારો કરવા પડશે. આપણે વિચારવુ પડશે કે શું આપણી પાસે આવી ટીમ છે, મેચ વિનર ખેલાડીઓ છે. તમારે તમારી ટીમ પર વિશ્વાસ રાખવો પડશે. કપિલે કહ્યું, "જો તમારે વર્લ્ડ કપ જીતવો હોય તો કોચ, પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટે કેટલાક કઠિન નિર્ણયો લેવા પડશે. અંગત હિતોને બાજુ પર રાખીને ટીમનો વિચાર કરવો પડશે. તમે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. વિરાટ, રોહિત કે બે. -ત્રણ ખેલાડીઓ પર વિશ્વાસ કરીશું કે જે આપણને વર્લ્ડ કપ જીતાડશે તો એવું ક્યારેય ન થઈ શકે.


પૂર્વ કેપ્ટને કહ્યું, “હંમેશા કેટલાક એવા ખેલાડીઓ હોય છે જે તમારી ટીમના આધારસ્તંભ બની જાય છે. ટીમ તેની આસપાસ ફરે છે, પરંતુ આપણે આ બાબતને તોડીને ઓછામાં ઓછા પાંચ-છ ખેલાડીઓ તૈયાર કરવા પડશે. એટલા માટે હું કહું છું કે તમે માત્ર વિરાટ અને રોહિત પર નિર્ભર ન રહી શકો. યુવાનોએ આગળ આવીને કહેવાની જરૂર છે કે હવે આપણો સમય છે. કપિલે વધુમાં કહ્યું, “સૌથી સકારાત્મક બાબત એ છે કે વર્લ્ડ કપ ભારતમાં યોજાવા જઈ રહ્યો છે. આપણાથી વધુ સારા સંજોગો કોઈ જાણતું નથી. રોહિત અને વિરાટ છેલ્લા 8-10 વર્ષથી ભારતના બે સૌથી મહત્વપૂર્ણ ક્રિકેટર છે.