Team India tour of South Africa: કોરોના વાયરસ (Corona Virus) ના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron) ના ખતરપા વચ્ચે ટીમ ઈન્ડિયા (Team India) સાઉથ આફ્રીકા (South Africa) ના પ્રવાસ પર છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે. ઓમિક્રોનના વધતા જતા પ્રકોપ વચ્ચે ક્રિકેટ ચાહકોને આ શ્રેણીની શરૂઆત પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) એ નિર્ણય લીધો છે કે ટેસ્ટ, ODI શ્રેણી ક્રિકેટ દર્શકો વિના યોજવામાં આવશે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ સોમવારે આ અંગે નિવેદન જાહેર કર્યું હતું.
સાઉથ આફ્રિકામાં ઓમિક્રોનના વધતા કેસના કારણે ક્રિકેટ સાઉથ આફ્રિકા કોઈ જોખમ લેવા માંગતુ નથી. આ કારણે મેચો દરમિયાન દર્શકોને મેદાનમાં આવવાની પરવાનગી આપી નથી.
આફ્રિકી સરકારે છેલ્લા થોડા દિવસ પહેલા કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરતા 2000 લોકોને સ્ટેડિયમમાં જવાની પરવાનગી આપી હતી પણ હવે બોર્ડ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લઈ રહ્યું છે. ભારતીય ટીમ પહેલા ઈન્ડિયા એએ પણ સાઉથ આફ્રિકા પ્રવાસ કર્યો હતો. તેમના સુરક્ષિત પ્રવાસ બાદ જ BCCIએ ભારતીય ટીમને મોકલવાનો નિર્ણય કર્યો હતો.
ભારતીય ટીમે 18 ડિસેમ્બરે જ સુપરસ્પોર્ટ પાર્કમાં પ્રથમ પ્રેક્ટિસ સેશન કર્યુ હતું. સતત ત્રણ દિવસથી ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટની તૈયારીમાં લાગી છે. કેપ્ટન વિરાટ કોહલી અને હેડકોચ રાહુલ દ્રવિડની આગેવાનીમાં ભારતીય ખેલાડી ઘણી મહેનત કરી રહ્યા છે. કોહલીએ પણ બેટિંગની ઘણી પ્રેક્ટિસ કરી છે અને ચેતેશ્વર પૂજારા અને ઈશાંત શર્મા જેવા સિનિયર્સ પણ પરસેવા પાડતા જોવા મળ્યા. ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે 3 મેચોની ટેસ્ટ સિરિઝની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે.
કેપ્ટન વિરાટ કોહલી નેટ્સમાં ફોરવર્ડ ડિફેન્સિવ શોટ રમ્યા બાદ કોચ રાહુલ દ્રવિડ સાથે ચેટ કરતો જોવા મળ્યો હતો. ઓપનર અને વાઇસ-કેપ્ટન કેએલ રાહુલ પુલ શોટ રમવામાં વ્યસ્ત દેખાતા હતા જ્યારે અજિંક્ય રહાણે અને શ્રેયસ અય્યરે પણ નેટ્સમાં પરસેવો પાડ્યો હતો.