ટીમ ઇન્ડિયા 3-1થી સીરીઝ જીતી ચૂકી છે. હવે આગામી જૂન મહિનામાં ઇંગ્લેન્ડના લૉર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં ટકરાશે. ન્યૂઝીલેન્ડ પહેલાથી જ વર્લ્ડ ટેસ્ચ ચેમ્પીયનશીપની ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી ચૂક્યુ હતુ, પરંતુ બીજા સ્થાન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ રેસમાં હતા.
ભારતે આ સીરીઝ જીતીને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બન્નેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલની રેસમાંથી બહાર કરી દીધા છે. ખરેખરમાં ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ રમવા માટે આ સીરીઝમાં કમસે કમ 2-1થી જીતવુ જરૂરી હતી.
આ સીરીઝ ત્રણેય ટીમો માટે મહત્વની હતી, જો ભારત આ સીરીઝ ઇંગ્લેન્ડ સામે હારી જાય તો ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં ઓટોમેટિક પહોંચી જતી હતી, જો ઇંગ્લેન્ડને ફાઇનલમાં પહોંચવુ હોય તો તેને ભારતને 2-1, કે 3-1થી કે 4-0થી હરાવવુ જરૂરી હતુ. પરંતુ આ સમીકરણોને ભારતીય ટીમે 3-1થી જીતીને ધ્વસ્ત કરી દીધા, આમ બન્ને ટીમો ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલની રેસમાં બહાર ફેંકાઇ ગયા.