શોધખોળ કરો

IND vs ZIM: ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં બનાવ્યો સૌથી મોટો સ્કોર, 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો 

ICC T20 વર્લ્ડ કપ 2026 માં ટીમ ઈન્ડિયા પાસેથી બધાને જે બેટિંગની અપેક્ષા હતી તે ઝિમ્બાબ્વે સામેની સુપર 8 મેચમાં સ્પષ્ટ દેખાઈ.

ICC T20 વર્લ્ડ કપ 2026 માં ટીમ ઈન્ડિયા પાસેથી બધાને જે બેટિંગની અપેક્ષા હતી તે ઝિમ્બાબ્વે સામેની સુપર 8 મેચમાં સ્પષ્ટ દેખાઈ. ટોસ હારીને પહેલા બેટિંગ કર્યા બાદ  ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા. ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે હાર્દિક પંડ્યાએ પણ અણનમ 50 રન બનાવ્યા. આ સાથે, ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર પણ હાંસલ કર્યો જેમાં 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.

ટી20 વર્લ્ડ કપમાં ભારતનો સૌથી વધુ સ્કોર 

ઝિમ્બાબ્વે સામેની સુપર 8 મેચમાં, ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં બે મોટા ફેરફારો કર્યા  જેમાં અભિષેક શર્મા અને સંજુ સેમસનનો ઇનિંગ ઓપન કરવા માટે સમાવેશ થાય છે. ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક બેટિંગ અભિગમ અપનાવ્યો અને તેના કારણે  સ્કોર 20 ઓવરમાં 256 રન સુધી પહોંચી શક્યો. આ મેચ પહેલા, ટીમ ઈન્ડિયાનો T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સ્કોર 218 રન હતો, જે તેણે 2007 ના T20 વર્લ્ડ કપમાં ડરબન ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં બનાવ્યો હતો. 

હવે, આ 19 વર્ષ જૂના રેકોર્ડને તોડીને ભારતીય ટીમે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ટીમ ઈન્ડિયાની આ ઇનિંગમાં કુલ 17 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા, જ્યારે અત્યાર સુધી ભારતીય ટીમે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં કોઈપણ ઇનિંગમાં આટલા છગ્ગા ફટકાર્યા ન હતા. આ પહેલા, 2024 માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની ઇનિંગમાં કુલ 15 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા.

T20 વર્લ્ડ કપમાં બીજો સૌથી વધુ સ્કોર

ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામે 20 ઓવરમાં 256 રન પર પોતાનો દાવ પૂરો કર્યો હોવાથી, તેમણે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજો સૌથી વધુ સ્કોર હાંસલ કર્યો. શ્રીલંકાની ટીમ આ યાદીમાં ટોચ પર છે જેણે 2007ના T20 વર્લ્ડ કપમાં કેન્યા સામે 20 ઓવરમાં 260 રન બનાવ્યા હતા.

T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર

શ્રીલંકા - કેન્યા સામે 260 રન (2007)
ભારત - 256 રન વિરુદ્ધ ઝિમ્બાબ્વે (2026)
વેસ્ટ ઇન્ડીઝ - 254 રન વિરુદ્ધ ઝિમ્બાબ્વે (2026)
આયર્લેન્ડ - 235 રન વિરુદ્ધ ઓમાન (2026)
ઇંગ્લેન્ડ - 230 રન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (2016) 

ભારતે ઝિમ્બાબ્વેને 72 રનથી હરાવ્યું હતું.  આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે.  ભારતની જીતથી દક્ષિણ આફ્રિકા પણ સેમિફાઈનલ માટે ક્વોલિફાય થયું. પહેલા બેટિંગ કરતા ભારતે 256 રનનો ઐતિહાસિક સ્કોર બનાવ્યો. જવાબમાં ઝિમ્બાબ્વે ફક્ત 184 રન જ બનાવી શક્યું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શુભમન ગિલનો જલવો! વિરાટ-રોહિતને પછાડી જીત્યો BCCIનો સૌથી મોટો એવોર્ડ, બુમરાહ પણ રહી ગયો પાછળ
શુભમન ગિલનો જલવો! વિરાટ-રોહિતને પછાડી જીત્યો BCCIનો સૌથી મોટો એવોર્ડ, બુમરાહ પણ રહી ગયો પાછળ
Naman Awards 2026: ભારતના આ 3 દિગ્ગજ ક્રિકેટરોને મળશે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, BCCI કરશે સન્માન
Naman Awards 2026: ભારતના આ 3 દિગ્ગજ ક્રિકેટરોને મળશે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, BCCI કરશે સન્માન
PAK vs BAN 2nd ODI Highlights: બીજી વનડેમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશની 128 રનથી કારમી હાર 
PAK vs BAN 2nd ODI Highlights: બીજી વનડેમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશની 128 રનથી કારમી હાર 
KKR ને લાગ્યો 440-વોલ્ટનો ઝટકો: હર્ષિત રાણા IPL 2026 માંથી બહાર, ચોંકાવનારું છે કારણ
KKR ને લાગ્યો 440-વોલ્ટનો ઝટકો: હર્ષિત રાણા IPL 2026 માંથી બહાર, ચોંકાવનારું છે કારણ
Advertisement

વિડિઓઝ

LPG shortage crisis : સુરતમાં કોમર્શિયલ ગેસની અછત, સમૂહ લગ્નમાં ચૂલા પર રસોઈ બનાવાઈ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં
US Israel Iran War Update: ગેસ સંકટ વચ્ચે મોદી સરકારની મોટી કૂટનીતિક જીત
Gujarat Government: ગેસ સંકટ દૂર કરવા રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
Surat News: સુરત આરટીઓમાં મહિલા ઈંસ્પેક્ટરને ધમકાવી દબાણ કરનાર એજંટની અડાજણ પોલીસે ધરપકડ કરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
સાવરકુંડલાથી મહેસાણા સુધી 'ગેસ' માટે હાહાકાર! આકરી ગરમીમાં સિલિન્ડર લેવા વહેલી સવારથી લાગી લાંબી કતારો
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત: માર્ચ મહિનામાં જ શરુ થશે પ્રી-મોન્સૂન એક્ટિવિટી, આ વિસ્તારમાં પડશે વરસાદ
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
મિડલ ઈસ્ટમાં તણાવથી બજારમાં ઉથલપાથલ, એક જ અઠવાડિયામાં રોકાણકારોના 19 લાખ કરોડ રુપિયા ડૂબ્યા
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો NSA કર્યો રદ; તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો
શું હવે કોઈને 'મોચી', 'વાળંદ' કે 'ધોબી' કહેવા પર થશે સજા? જાણો કાયદો અને નવા ફેરફારો
શુભમન ગિલનો જલવો! વિરાટ-રોહિતને પછાડી જીત્યો BCCIનો સૌથી મોટો એવોર્ડ, બુમરાહ પણ રહી ગયો પાછળ
શુભમન ગિલનો જલવો! વિરાટ-રોહિતને પછાડી જીત્યો BCCIનો સૌથી મોટો એવોર્ડ, બુમરાહ પણ રહી ગયો પાછળ
ભારતમાં પોતાના તેલના કૂવા હોવા છતાં આપણે વિદેશથી ક્રૂડ ઓઇલ કેમ ખરીદીએ છીએ? સમજો આખું ગણિત
ભારતમાં પોતાના તેલના કૂવા હોવા છતાં આપણે વિદેશથી ક્રૂડ ઓઇલ કેમ ખરીદીએ છીએ? સમજો આખું ગણિત
LPGનો મોટો જથ્થો પહોંચશે ભારત, બે ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી થયા પસાર
LPGનો મોટો જથ્થો પહોંચશે ભારત, બે ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી થયા પસાર
Embed widget