IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 31 જૂલાઈથી કેનિંગ્ટન ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ભારત આ મેચ જીતે છે તો તેની પાસે શ્રેણી 2-2 થી બરાબર કરવાની તક હશે. બીજી તરફ, જો ઇંગ્લેન્ડ જીતે છે અથવા આ મેચ પણ ડ્રો થાય છે તો ઇંગ્લેન્ડ શ્રેણી જીતી લેશે. ભારતે 1936માં અહીં પહેલી મેચ રમી હતી.
કેનિંગ્ટન ઓવલ ખાતે ભારતનો ટેસ્ટ રેકોર્ડ
રમાયેલી કુલ ટેસ્ટ મેચ: 15
જીત: 2
હાર: 6
ડ્રો: 7
સૌથી વધુ સ્કોર: ઈંગ્લેન્ડ વિરુદ્ધ 664 રન (2007)
સૌથી ઓછી સ્કોર: ઈંગ્લેન્ડ વિરુદ્ધ 94 રન (2014)
શ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન: સુનીલ ગાવસ્કર - 221 રન (1979)
શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન: બીએસ ચંદ્રશેખર - 38 રનમાં 6 વિકેટ (1971)
આ મેદાન પર ભારતની કેટલીક યાદગાર ટેસ્ટ:
* 1936: ભારત પહેલી વાર ટેસ્ટ રમ્યું, પરંતુ 9 વિકેટથી હારી ગયું.
* 1971: 35 વર્ષ પછી અજિત વાડેકરની કેપ્ટનશીપ હેઠળ પહેલી જીત
* 2021: વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ 157 રનથી શાનદાર જીત
* 2023: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર
કેનિંગ્ટન ઓવલ ખાતે ભારતનો વન-ડે રેકોર્ડ
કુલ વન-ડે મેચ: 17
જીત: 7
હાર: 9
પરિણામ નહીં (NR): 1
સૌથી વધુ સ્કોર: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 352/5 (2019)
સૌથી ઓછો સ્કોર: પાકિસ્તાન વિરુદ્ધ 158 (2017)
સૌથી મોટી જીતનો પીછો: ઇંગ્લેન્ડ વિરુદ્ધ 317 રન (2007)
શ્રેષ્ઠ બેટિંગ: શિખર ધવન - શ્રીલંકા વિરુદ્ધ 125 રન (2017)
શ્રેષ્ઠ બોલિંગ: જસપ્રીત બુમરાહ - ઇંગ્લેન્ડ વિરુદ્ધ 19 રનમાં 6 વિકેટ (2022)
કેનિંગ્ટન ઓવલ વિશે વાત કરીએ તો આ સ્ટેડિયમ 1845માં સ્થાપિત થયું હતું. તેની દર્શકોની ક્ષમતા 23,500 તેનું નામ ઓવલ એટલા માટે પડ્યું કારણ કે તેનો શરૂઆતનો આકાર અંડાકાર હતો.
ઋષભ પંતની જગ્યાએ કોને તક મળશે?
માન્ચેસ્ટર ટેસ્ટમાં ઇજાગ્રસ્ત થયા બાદ ઋષભ પંતના અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું, જેના કારણે તે છેલ્લી ટેસ્ટ પહેલા શ્રેણીમાંથી બહાર છે. પંતની જગ્યાએ નારાયણ જગદીશનને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. ધ્રુવ જુરેલને પંતના સ્થાને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. પંત રિટાયર્ડ હર્ટ થયા બાદ ધ્રુવ જુરેલ ચોથી ટેસ્ટમાં વિકેટકીપિંગ કરતો જોવા મળ્યો હતો.
શું જસપ્રીત બુમરાહ બહાર રહેશે?
મેનેજમેન્ટે જસપ્રીત બુમરાહ વિશે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે બુમરાહ ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચમાંથી ફક્ત ત્રણ જ રમશે. બુમરાહ આ શ્રેણીની ત્રણેય મેચ રમી ચૂક્યો છે, તેથી પાંચમી મેચમાં બુમરાહ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઈ શકે છે અને તેના સ્થાને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.