IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝમાં આજે બીજી વનડે મેચ રમાઇ રહી છે. આજે બન્ને ટીમો વચ્ચે આજે 1.30 વાગ્યાથી વિશાખાપટ્ટનમના ડૉ વાય એસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં જંગ જામશે. આ મેચમાં ફરી એકવાર ટીમ ઇન્ડિયાની કમાન કેપ્ટન રોહિત શર્માના હાથોમાં હશે. પહેલી વનડે મેચ માટે રોહિત શર્મા ઉપલબ્ધ ન હતો થઇ શક્યો. આવામાં હાર્દિક પંડ્યાએ ટીમની કમાન સંભાળી હતી.
રોહિત શર્માની ટીમ ઇન્ડિયામાં વાપસીથી લગભગ ઇશાન કિશન થઇ શકે છે બહાર -
રોહિત શર્માની આજે ટીમ ઇન્ડિયામાં લગભગ વાપસી નક્કી છે. તેને આજે પ્લેઇંગ ઇલેવનમાંથી લગભગ બહાર થવુ પડી શકે છે. આ વર્ષની રમાયેલી તમામ ચાર વનડેમાં ઇશાન કિશન બેરંગ દેખાયો છે. શાર્દૂલ ઠાકુરને પણ બેન્ચ પર બેસવુ પડી શકે છે. ગઇ મેચમાં તેને માત્ર બે ઓવર નાંખી હતી, તેની જગ્યાએ સ્પિન ઓલરાઉન્ડર વૉશિંગટન સુંદરને મોકો મળી શકે છે. આવુ એટલા માટે કેમ કે વિશાખાપટ્ટનમની પીચ મહદઅંશે સ્પિન ફ્રેન્ડલી હોઇ શકે છે.
એલેક્સ કેરી અને ડેવિડ વૉર્નરની થઇ શકે છે એન્ટ્રી -
ઓસ્ટ્રેલિયન પ્લેઇંગ ઇલેવનમાં આજે બે મોટા ફેરફાર જોવા મળી શકે છે. ગઇ મેચમાં ડેવિડ વૉર્નર પુરેપુરી રીતે ફિટ ન હતો જેના કારણે તે ટીમમાંથી બાહાર રહ્યો હતો. વળી, એલેક્સ કેરીને તાવની અસર હતી, હવે આ બન્ને ફિટ બતાવવામાં આવી રહ્યાં છે, આવામાં લાબુશાનેની જગ્યાએ વૉર્નરને મોકો આપવામાં આવી શકે છે. વળી, એલેક્સ કેરીને જૉસ ઇંગ્લિસની સાથે પર રમાડવામાં આવી શકે છે.
આવી હોઇ શકે છે બન્નેની પ્લેઇંગ ઇલેવન -
ભારતની સંભવિત ટીમ -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટો કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, વૉશિંગટન સુંદર, મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયાની સંભવિત ટીમ -
ડેવિડ વૉર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), કેમરૂન ગ્રીન, ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટૉઇનિસ, એલેક્સ કેરી, એડમ જામ્પા, સીન એબૉટ, મિશેલ સ્ટાર્ક.