INDW vs AUSW:  ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હાર આપી હતી. ભારતે મેચ જીતવા મળેલા 75 રનના પડકારને 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. સ્મૃતિ મંધાના 38 રને અને જેમીમા રોર્ડિગ્સ 12 રન બનાવી નોટઆઉટ રહ્યા હતા. ભારતીય મહિલા ટીમે ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાને પ્રથમ વખત હરાવીને ઈતિહાસ રચ્યો હતો.


ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો ટોસ


ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતને બેટિંગનો ફેંસલો કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 219 રન બનાવ્યા હતા મેકગ્રાથે 59 રન અને મૂનીએ 40 રન બનાવ્યા હતા. ભારત તરફથી પુજા વસ્ત્રાકરે 4 વિકેટ, સ્નેહ રાણાએ 3 વિકેટ લીધી હતી. ભારતીય મહિલા ટીમે પ્રથમ ઈનિંગમાં 406 રન બનાવી મોટી લીડ લીધી હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ સર્વાધિક 78 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 74 રન, રોડ્રિગ્સે 73 રન તથા રીચા ઘોષે 52 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ગાર્ડનરે 4 વિકેટ, સુધરલેન્ડે 2 વિકેટ ઝડપી હતી.


ભારતે ચોથા દિવસે જે મેળવી જીત


બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ 261 રન બનાવી ઓલાઉટ થઈ હતી. મેકગ્રાથે સર્વાધિક 73 રન બનાવ્યા હતા. એલિસા પેરીએ 45 રન અને મૂનીએ 33 રનનું યોગદાન આપ્યું હતું. જે બાદ ભારતે 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 75 રનનો ટાર્ગેટ હાંસલ કરીને ટેસ્ટ મેચ જીતી લીધી હતી.