Narendra Modi Stadium Ahmedabad: હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉ઼ફીની સીરીઝ ચાલી રહી છે. ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતીય ટીમે 2-1થી લીડ બનાવી છે, પરંતુ ભારતને ચોથી અમદાવાદ ટેસ્ટમાં મોટા માર્જિનથી સારી જીતની જરૂર છે. માની શકાય છે કે, આ ટેસ્ટમાં કેટલાક રેકોર્ડ મેદાન પર બનશે જરૂર પરંતુ આ બધાની વચ્ચે અમદાવાદ ગ્રાઉન્ડનો પણ એક મોટો રેકોર્ડ બનવાની પુરેપુરી આશા છે. ખાસ વાત છે કે, ભારત-ઓસ્ટ્રેલિયા સીરીઝની ચોથી ટેસ્ટ મેચ ગુરુવારથી રમાશે. આ સાથે જ આ મેચમાં એક મોટો રેકોર્ડ બની શકે છે. 


રિપોર્ટ અનુસાર પ્રથમ દિવસે એક લાખથી વધુ લોકો ટેસ્ટ મેચ જોવા આવી શકે છે.  આ પહેલા, કોઈપણ ટેસ્ટમાં એક જ દિવસમાં સ્ટેડિયમમાં પહોંચનારા દર્શકોની મહત્તમ સંખ્યા 91,112 છે. આ રીતે અમદાવાદ ટેસ્ટ દર્શકોની દ્રષ્ટિએ નવો રેકોર્ડ બનાવી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 4 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ બુધવારથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.


છેલ્લી ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે  -
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વાત કરીએ તો ભારતીય ટીમ હાલમાં 2-1થી આગળ છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ નાગપુર અને દિલ્હી ટેસ્ટમાં મહેમાન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જો કે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે પરાજય આપ્યો હતો. આ રીતે ભારતીય ટીમ 4 ટેસ્ટ મેચોની શ્રેણીમાં 2-1થી આગળ છે. આ સાથે જ ઈશાન કિશન અમદાવાદમાં ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે. જો ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તો કેએસ ભરતને બહાર બેસવું પડી શકે છે. વાસ્તવમાં કેએસ ભરતે આ શ્રેણીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહીં.


શું અમદાવાદ ટેસ્ટમાં મોહમ્મદ શમીની વાપસી થશે ?
આ સિવાય ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈન્દોર ટેસ્ટનો ભાગ નહોતો, પરંતુ અમદાવાદ ટેસ્ટમાં આ ફાસ્ટ બોલરની વાપસી લગભગ નિશ્ચિત છે. જો અમદાવાદ ટેસ્ટમાં મોહમ્મદ શમી વાપસી કરશે તો મોહમ્મદ સિરાજને બહાર બેસવું પડી શકે છે. જણાવી દઈએ કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, આ જીત પછી, ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. જો કે, ટીમ ઈન્ડિયા અમદાવાદ ટેસ્ટ જીતીને પોતાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની આશા જીવંત રાખવા ઈચ્છશે.  


બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વાત કરીએ તો ભારતીય ટીમ હાલમાં 2-1થી આગળ છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ નાગપુર અને દિલ્હી ટેસ્ટમાં મહેમાન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જો કે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે પરાજય આપ્યો હતો.