India vs West Indies 2nd T20: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે સીરીઝની બીજી ટી20 મેચ રમાશે. પહેલી ટી20માં ધમાકેદાર જીત નોંધાવ્યા બાદ ટીમ ઇન્ડિયા બીજી ટી20 પર કબજો જમાવવાનો ઇરાદે મેદાનમાં ઉતરશે. વળી, કેરેબિયન ટીમની નજર સીરીઝમાં બરાબરી કરવા પર રહેશે. જાણો આજની મેચ ક્યારે ને ક્યાંથી કેટલા વાગે શરૂ થશે.......
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી ટી20 મેચ આજે સાંજે ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે, ટૉસ સાંજે 7.00 વાગે થશે.
ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટી20 મેચ કોલકત્તાના ઇડન ગાર્ડન્સ મેદાનમાં રમશે. જો તમે મેચનુ લાઇવ ટેલિકાસ્ટ જોવા માંગતા હોય તો મેચનુ લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. આ ઉપરાંત મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ તમે હૉટસ્ટાર પર જોઇ શકો છો.
આવી હશે બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન-
ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન-
રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર/દીપક હુડ્ડા, શાર્દૂલ ઠાકુર, રવિ બિશ્નોઇ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન.
વેસ્ટ ઇન્ડિઝની સંભવિત પ્લેઇંગ ઇલેવન-
બ્રેન્ડન કિંગ, કાઇલ મેયર્સ, નિકોલસ પૂરન (વિકેટકીપર), રોવમેન પૉવેલ, કીરોન પોલાર્ડ (કેપ્ટન), જેસન હોલ્ડર, રોસ્ટન ચેઝ, રોમારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ, અકીલ હોસેન, શેલ્ડન કૉટરેલ/ડોમિનિક ડ્રેક્સ.
આ પણ વાંચો-
DRDO Recruitment 2022: DRDOમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી
Government Jobs: સરકારી નોકરીની સુવર્ણ તક, આ સરકારી વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી બહાર પડી
Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 હજાર 920 કેસ નોંધાયા, 492 લોકોના મોત