India vs Sri Lanka 2nd T20I Weather And Pitch Report: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બીજી ટી20 મેચ પુણે ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે, આ પહેલા ફેન્સ માટે એક મોટુ અપડેટ સામે આવ્યું છે, અને તે છે હવામાન સ્થિતિ. જાણો આજની મેચમાં વરસાદ પડશે કે નહીં ?


ત્રણ મેચોની સીરીઝમાં આજે બીજી ટી20 મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમમાં રમાઇ રહી છે, આજની મેચ શરૂ થયા તે પહેલા હવામાન વિભાગે મોટા સમાચાર આપ્યા છે.


હવામાન રિપોર્ટ  -
હવામાન વિભાગનું માનીએ તો 5 જાન્યુઆરી એટલે કે ગુરુવારે પુણે શહેરમાંનું તાપમાન દિવસમાં 31 ડિગ્રી સેલ્સિયસ રહેશે. વળી રાત્રીના સમયે તાપમાનમાં ઘટાડો નોંધાશે, અને પારો ગગડીને 19 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જશે. આ દરમિયાન દિવસ અને રાત્રે બન્ને સમયે આકાશ સાફ રહેશે. વરસાદની આશા માત્ર 5 ટકા દિવસ અને રાત્રે રહી શકે છે. આનો સીધો અર્થ એ થયો કે આજે ભારત અને શ્રીલંકાની મેચમાં વરસાદ વિઘ્ન નહીં બને.


વળી, આજે પુણેમાં હવામાનની સાથે સાથે ભેજની ટકાવારી પણ અસર કરી શકે છે, રિપોર્ટ પ્રમાણે આજે દિવસે ભેજનુ પ્રમાણ 53 ટકા રહેશે અને આ રાત્રે વધીને 62 ટકા સુધી પહોંચી શકે છે. જેના કારણે મેચ દરમિયાન ખેલાડીઓને થોડી તકલીફ પડી શકે છે.


 


શ્રેણીમાં ટકી રહેલા શ્રીલંકાએ જીતવું ફરજિયાત


પુણેમાં રમાનાર બીજી મેચ શ્રીલંકા માટે કરો યા મરો છે. શ્રેણીમાં ટકી રહેવા માટે શ્રીલંકાએ બીજી મેચમાં કોઈપણ ભોગે જીત નોંધાવવી પડશે. જો મુલાકાતી ટીમ જીતથી દૂર રહેશે તો શ્રેણી તેમના હાથમાંથી નીકળી જશે. આ સાથે ભારતની ધરતી પર પ્રથમ વખત સિરીઝ જીતવાનું તેનું સપનું અધૂરું રહી જશે.  શ્રીલંકાએ ભારતની ધરતી પર 2009ની T20 શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ તે શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ હતી. ત્યારથી શ્રીલંકાને ભારતીય ધરતી પર ટી20 શ્રેણીમાં દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો છે.


કઈ ચેનલ પર ભારત-શ્રીલંકા બીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકાશે?


ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ઘણી ચેનલો પર જોઈ શકાશે. આ સિવાય મેચનું ડીડી સ્પોર્ટ્સ પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. જે યુઝર્સ પાસે Hotstar સબસ્ક્રિપ્શન છે તેઓ ઓનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા મેચનો આનંદ માણી શકે છે.