T20 WC 2022: આવતીકાલથી આઇસીસી ટી20 વર્લ્ડકપની શરૂઆત થવા જઇ રહી છે, આવતીકાલથી એટલે કે 22 ઓક્ટોબરથી ગઇ ફાઇનાલિસ્ટ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી સુપર -12 મેચોની શરૂઆત થઇ રહી છે. આ ટૂર્નામેન્ટમાં આ વખતે ખાસ બની રહેવાની છે, કેમ કે આમાં કેટલાય યુવા ચહેરાઓ સામેલ થયા છે. પરંતુ આ બધાની વચ્ચે 10 એવા ખેલાડીઓ છે, જેના પર તમામની નજર રહેશે, આ 10 પોતાના દમ પર મેચ બદલવાની તાકાત ધરાવે છે. જાણો......


જાણો ટી20 વર્લ્ડકપ ધમાલ મચાવી શકે એવા 10 બેટ્સમેનો - 


મોહમ્મદ રિઝવાન - 
પાકિસ્તાનનો ઓપનિંગ બેટ્સમેન હાલમાં ટી20 ઇન્ટરનેશનલમાં બેટિંગ રેન્કિંગમાં ટૉપ પર છે, ગયા વર્ષની જેમ તેને આ વર્ષે પણ શાનદાર રમત બતાવી છે. તેને વર્ષમાં સૌથી વધુ ટી20 રન ફટકાર્યા છે. રિઝવાન પર તમાનની નજર છે.


ડેવિડ વૉર્નર - 
ઓસ્ટ્રેલિયાનો ઓપનર બેટ્સમેન ડેવિડ વૉર્નર ટી20 ક્રિકેટમાં તરખાટ મચાવે છે. તોફાની બેટ્સમેને ગયા વર્ષે પોતાના દમ પર ઓસ્ટ્રેલિયાને પહેલીવાર ટી20 ચેમ્પીયન બનાવ્યુ હતુ. હવે આ વખતની ઘરઆંગણાની ટૂર્નામેન્ટમાં તમામ ટીમો પર હાવી થઇ શકે છે.


વિરાટ કોહલી - 
લાંબા સમયના વિરાટ બાદ પોતાની લયમાં આવેલા વિરાટ કોહલી પર સૌની નજર છે, એશિયા કપ 2022માં ભારત તરફથી વિરાટે તાબડતોડ બેટિંગ કરી અને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેમાં એક સદી પણ સામેલ હતી. કોહલી આ વખતે ભારત માટે હુકમનો એક્કો સાબિત થઇ શકે છે.


રોહિત શર્મા - 
ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટી20નો બાદશાહ છે, તેની બેટિંગથી દરેક લોકો જાણીતા છે. રોહિત ગમે ત્યારે ગમે બૉલરની ધુલાઇ કરવામાં સક્ષમ છે, તે ઓપનિંગમાં 140થી વધુની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરે છે. ટી20 વર્લ્ડકપમાં ભારત માટે રોહિત મહત્વનો ખેલાડી છે.


બાબર આઝમ - 
પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ICC ટી20 રેન્કિંગમાં ત્રીજા નંબરનો બેટ્સમેન છે, હાલમાં તે પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં નથી, પરંતુ પાકિસ્તાન માટે મહત્વનો છે, ટી20 વર્લ્ડકપમાં પોતાનુ શાનદાર ફોર્મ પરત મેળવી શકે છે.


જૉસ બટલર - 
ઇંગ્લેન્ડનો ટી20 કેપ્ટન જૉસ બટલર ટી20 ક્રિકેટમાં પોતાની બેટિંગ માટે જાણીતો છે. તેને આ વખતે આઇપીએલ 2022માં સૌથી વધુ રન ફટકાર્યા છે. હાલમાં તે પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં નથી, પરંતુ ટી20 વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ માટે ખાસ અને તોફાની બેટિંગ કરી શકે છે.


કેન વિલિયમસન - 
ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન છેલ્લા કેટલાય સમયથી ટીમ માટે મોટો ખેલાડી બની ગયો છે, ટીમને સારી રીતે ગાઇડ કરી શકે છે, તે ટી20માં સારી બેટિંગ કરે છે. વર્લ્ડકપ જેવી મોટી મેચોમાં કેન વિલિયમસન પર બધાનુ ફોકસ રહે છે.


શાકિબ અલ હસન - 
બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ અલ હસન હાલમાં ટી20 સ્પેશ્યાલિસ્ટ ખેલાડી બની ચૂક્યો છે. તે અત્યારે ટી20 ઇન્ટરનેશનલમાં ટૉપ 10 ઓલરાઉન્ડર લિસ્ટમાં સામેલ છે, ટી20 વર્લ્ડકપમાં ટીમ માટે હુકમનો એક્કો બની શકે છે.


સૂર્યકુમાર યાદવ - 
ભારતીય ટીમના મીડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પોતાની ધારદાર બેટિંગથી દિગ્ગજોને ચોંકાવી દીધા છે. ડિવિલિયર્સ બાદ જો કોઇ 360 ડિગ્રી શૉટ ફટકારી શકતો હોય તો તે છે સૂર્યકુમાર, હાલમાં આઇસીસી બેટિંગ રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ ટૉપ 5માં સામેલ છે. ભારતીય ટીમને અનેકવાર ટી20માં જીત અપાવી ચૂક્યો છે. સૂર્યકુમાર યાદવના હાલમાં T20 બેટિંગ રેન્કિંગમાં 838 રેટિંગ પોઈન્ટ છે. રિઝવાનના 854 રેટિંગ પોઈન્ટ છે. આમ સૂર્યકુમાર યાદવ રિઝવાનથી માત્ર 16 પોઈન્ટ પાછળ છે.