આજની મેચમાં ધોનીની ટીમ ક્યા સ્ટાર ઓલરાઉન્ડરને બહાર બેસાડીને સ્પિનરને રમાડશે? આ યુવા ખેલાડીને મોકલશે નંબર 3 પર બેટિંગ કરવા, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Oct 2020 02:45 PM (IST)
ધોનીએ પણ સતત મળી રહેલી હારને લઇને અગાઉ કહ્યું હતુ કે સીએસકેની બેટિંગ લાઇનમાં મોટી ખામીઓ છે, જેના પર કામ કરવાની જરૂર છે. ટીમની ઓપનિંગ જોડી ફાક ડૂ પ્લેસીસ અને શેન વૉટસન સિવાય કોઇ અન્ય ખેલાડી ફોર્મમાં નથી
ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં આજનો દિવસ ધોની માટે ખુબ મહત્વનો છે. આજે સીએસકેની ટીમ એરઆરએચ સામે હિસાબ બરાબર કરવા અને આઇપીએલમાં ફરીથી લય મેળવવા મેદાનમાં ઉતરશે, કેમકે ધોનીની ટીમ છેલ્લી 7 મેચોમાંથી 2 મેચ જીતી શકી છે. આજની હૈદરાબાદ સામેની મેચમાં ધોની મોટો ફેરફાર કરી શકે છે. ધોનીએ પણ સતત મળી રહેલી હારને લઇને અગાઉ કહ્યું હતુ કે સીએસકેની બેટિંગ લાઇનમાં મોટી ખામીઓ છે, જેના પર કામ કરવાની જરૂર છે. ટીમની ઓપનિંગ જોડી ફાક ડૂ પ્લેસીસ અને શેન વૉટસન સિવાય કોઇ અન્ય ખેલાડી ફોર્મમાં નથી. પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બ્રેડ હોગે પોતાની યુટ્યૂબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં સીએસકે માટે બે મોટા ફેરફાર કરવાની વાત કહી છે. આજે હૈદરાબાદ સામે હોગના તે ધોનીની ટીમમાં નંબર ત્રણ પર બેટિંગ કરવા માટે અંબાતી રાયુડુની જગ્યાએ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરનને મોકલવામાં આવી શકે છે. કેદાર જાધવને પડતો મુકાયો બાદ અંબાતી રાયુડુની વાપસી થઇ પરંતુ નંબર ત્રણ પર તે કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. બ્રેડ હોગે બીજા ફેરફાર વિશે વાત કરતા કહ્યું કે, સીએસકેની ટીમમાં ડ્વેન બ્રાવોને પડતો મુકવામાં આવે અને તેની જગ્યાએ ટીમમાં ઇમરાન તાહિરને સમાવવામાં આવી શકે છે. એટલે કહી શકાય કે ધોનીની ટીમમાં આજે ડ્વેન બ્રાવો જેવા ઓલરાઉન્ડરને બહાર બેસાડીને ઇમરાન તાહિરને રમાડવામાં આવી શકે છે. જ્યારે સેમ કરનને નંબર ત્રણ પર મોકો મળી શકે છે.