Manoj Tiwari U-Turn on His retirement: ક્રિકેટ ફેન્સ માટે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. થોડા દિવસો પહેલા ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે, પાંચ દિવસમાં તેને આ નિવૃત્તિનો નિર્ણય બદલી નાખ્યો છે. ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ મનોજ તિવારીએ નિવૃત્તિ પર યુ-ટર્ન લીધો છે. જોકે, તેને હજુ સુધી તેની ઓફિશિયલ જાહેરાત નથી કરી. રિપોર્ટ અનુસાર, તે પ્રેસ કૉન્ફરન્સ દ્વારા ઔપચારિક જાહેરાત કરશે.


ઉલ્લેખનીય છે કે, મનોજ તિવારીએ 3 ઓગસ્ટે ક્રિકેટને અલવિદા કહ્યું હતું, પરંતુ હવે સુત્રો જણાવી રહ્યા છે કે તે ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં પરત ફરશે. મંગળવારે, 8 ઓગસ્ટે મનોજ તિવારી એક પત્રકાર પરિષદમાં તેમની નિવૃત્તિ પાછી ખેંચી લેવાની જાહેરાત કરશે.


કહેવામાં આવી રહ્યું છે કે મનોજ તિવારીએ બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સ્નેહાસીશ ગાંગુલી સાથે વાત કર્યા બાદ નિવૃત્તિ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં મનોજની નિવૃત્તિ બાદ બંગાળ ક્રિકેટનો મીડલ ઓર્ડર ખુબ જ નબળો પડી રહ્યો હતો. આવામાં બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખે તેને નિવૃત્તિ પાછી ખેંચી લેવા કહ્યું છે.


ઉલ્લેખનીય છે કે, મનોજે ભારત માટે 12 વનડે રમી હતી. આ દરમિયાન 287 રન બનાવ્યા હતા. તેને એક સદી અને એક અડધી સદી ફટકારી હતી. તેને 3 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે. તેને 141 ફર્સ્ટ ક્લાસ મેચમાં 9908 રન બનાવ્યા છે. તેને આ ફોર્મેટમાં ત્રેવડી સદી પણ ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કૉર અણનમ 303 રહ્યો છે. મનોજે આ ફૉર્મેટમાં 29 સદી અને 45 અડધી સદી ફટકારી છે. તેને લિસ્ટ Aની 169 મેચમાં 5581 રન બનાવ્યા છે. જેમાં તેને 6 સદી અને 40 અડધી સદી ફટકારી છે.


મનોજે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. તેને 98 IPL મેચમાં 1695 રન બનાવ્યા છે. મનોજે ભારત માટે છેલ્લી વનડે જુલાઈ 2015માં ઝિમ્બાબ્વે સામે રમી હતી. અને છેલ્લી ટી20 મેચ સપ્ટેમ્બર 2012માં ન્યૂઝીલેન્ડ સામે રમાઈ હતી.


 






 


આ પહેલા સન્યાંસ અંગે પૉસ્ટ લખી હતી મનોજ તિવારીએ - 
પાંચ દિવસ પહેલા ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ સન્યાંસ અંગે લાંબી પૉસ્ટ લખી હતી, મનોજ તિવારીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કરવાની સાથે એક લાંબી પૉસ્ટ પણ લખી હતી, તેને લખ્યું, "ક્રિકેટની રમતને અલવિદા. આ રમતે મને બધું આપ્યું. મેં જેનું સપનું જોયું, આ રમતે મને બધું આપ્યું. બાળપણથી જ મને કોચિંગ આપનારા તમામ કોચનો આભાર. આ બધાએ મારી સિદ્ધિઓમાં મહત્વની ભૂમિકા ભજવી છે. મારા કોચ માનવેન્દ્ર ઘોષ મારી ક્રિકેટની સફરમાં આધારસ્તંભની જેમ ઉભા હતા. મારા માતા-પિતાનો આભાર. બંનેએ ક્યારેય મારા પર અભ્યાસ કે અન્ય કોઈ પ્રકારનું દબાણ કર્યું નથી. મારી પત્નીનો આભાર. તે દરેક પરિસ્થિતિમાં હંમેશા મારી સાથે હતી.


મનોજ તિવારીની કેરિયર - 
મનોજે ભારત માટે 12 વનડે રમી હતી. આ દરમિયાન 287 રન બનાવ્યા હતા. તેને એક સદી અને એક અડધી સદી ફટકારી હતી. તેને 3 ટી20 મેચ પણ રમી છે. તેને 141 ફર્સ્ટ ક્લાસ મેચમાં 9908 રન બનાવ્યા છે. તેને આ ફોર્મેટમાં ત્રેવડી સદી પણ ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કૉર અણનમ 303 રહ્યો છે. મનોજે આ ફોર્મેટમાં 29 સદી અને 45 અડધી સદી ફટકારી છે. તેને લિસ્ટ Aની 169 મેચમાં 5581 રન બનાવ્યા છે. જેમાં તેને 6 સદી અને 40 અડધી સદી ફટકારી છે. મનોજે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. તેને 98 IPL મેચમાં 1695 રન બનાવ્યા છે. મનોજે ભારત માટે છેલ્લી વનડે જુલાઈ 2015માં ઝિમ્બાબ્વે સામે રમી હતી. અને છેલ્લી ટી20 મેચ સપ્ટેમ્બર 2012માં ન્યૂઝીલેન્ડ સામે રમાઈ હતી.