ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને આઈપીએલ સીઝન 14ની બીજા ભાગ માટે મોટી સફળતા મળી છે. બીસીસીઆઈ પહેલા જ જાહેરાત કરી ચૂક્યું છે કે આઈપીએલ 14ના બીજા ભાગનું આયોજન યૂએઈમાં કરવામાં આવશે. યૂએઈ સરકારે હવે બીસીસીઆઈને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આઈપીએલ 14ના બીજા ભાગના આયોજન માટે પૂરી મદદ કરવાની વાત કહી છે.
ગલ્ફ ન્યૂઝ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. યૂએઈ ક્રિકેટ બોર્ડ અને યૂએઈ સરાકરે કહ્યું કે, તે બીસીસીઆઈને આઈપીએલની 14મી સીઝન પૂરી કરવા માટે દરેક શક્ય મદદ કરશે.
બીસીસીઆઈએ વિતેલા અનુભવના જોતે 29 મેના રોજ 14મી સીઝન યૂએઈમાં શિફ્ટ કરવાની જાહેરાત કરી હતી. બીસીસીઆઈએ એ પણ સ્પષ્ટતા કરી દીધી છે કે 14મી સીઝનની બાકીની મેચ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાશે. પરંતુ અત્યાર સુધી બીસીસીઆઈ તરફથી ટૂર્નામેન્ટની તારીખની જાહેરાત કરવામાં આવી નથી.
વિતેલા વર્ષે સફળ રહી હતી ટૂર્નામેન્ટ
આ પહેલી ઘટના નથી જ્યારે આઈપીએલ ભારતની બહાર કોઈ બીજા દેશમાં શિફ્ટ કરવામાં આવી હોઈ. આ પહેલા 2014માં ટૂર્નામેન્ટનો પ્રથમ ભાગ યૂએઈમાં રમાયો હતો. કોરોના વાયરસ મહામારીની વચ્ચે આઈપીએલ 13નું આયોજન 6 મહિન વિલંબથી યૂએઈમાં જ થયું હતું અને ટૂર્નામેન્ટ કોઈપણ મુશ્કેલી વગર પૂરી થઈ હતી.
જણાવીએ કે, આઈપીએલની 14મી સીઝનની શરૂઆત 9 એપ્રિલે થઈ હતી. ટૂર્નામેન્ટની શરૂઆત સારી થઈ હતી અને મુંબઈમાં ચેન્નઈમાં રમાયેલ મેચોમાં કોરોના વાયરસનો એક પણ કેસ સામે આવ્યો ન હતો. પરંતુ જ્યારે અમદાવાદ અને દિલ્હીમાં મેચ રમાવાનું શરૂ થયું કે તરત જ એક સાથે અનકે ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.
બીસીસીઆઈએ ત્યાર બાદ તરત જ આઈપીએલ અટકાવી દીધી હતી. 14મી સીઝનના પ્રથમ ભાગમાં 29 મેચ રમાઈ હતી. હવે બાકીની 31 મેચનું આયોજન યૂએઈના ત્રણ મેદાનમાં કરવામાં આવશે.