ખરેખરમાં, જ્યારે જેમ્સ વિન્સ 22 રન બનાવીને નૉન સ્ટ્રાઇકર એન્ડ પર હતો, તે સમયે વિલ સદરલેન્ડે એક બૉલ નાંખ્યો જેને સ્ટ્રાઇક પર રહેલા જોશ ફિલિકે શૉટ ફટકાર્યો હતો. આ શૉને સદરલેન્ડે કેચ કરવાની કોશિશ કરી, કેચ તો ના થયો પણ હાથે અડીને સ્ટમ્પ પર જઇને વાગ્યો હતો. બસ, સ્ટમ્પની ગિલ્લીઓ ઉડી ગઇ અને જેમ્સ વિન્સને રનઆઉટ થઇને પેવેલિયન જવુ પડ્યુ હતુ.
નોંધનીય છે કે, બિગ બેશ લીગની આ મેચમાં પહેલા બેટિંગ કરતા મેલબોર્નની ટીમે 175 રન બનાવ્યા હતા, જવાબમાં સિડની સિક્સર્સે 3 વિકેટે 18.4 ઓવરમાં 176 રન બનાવીને મેચ જીતી લીધી હતી.