U-19 World Cup: ટીમ ઇન્ડિયા દમદાર જીત સાથે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી, ચેમ્પિયન બનવામાંથી માત્ર 3 પગલા દુર

'મેન ઓફ ધ મેચ' હરનૂર સિંહે 88 અને અંગકૃષ રઘુવંશીએ 79 રનોની ઇનિંગ રમી. વળી રાજવર્ધન હંગરગેકરે 39 રનોની ઇનિંગ રમી.

Continues below advertisement

Under-19 World Cup: ટીમ ઇન્ડિયાનું અંડર-19 વર્લ્ડકપમાં બેસ્ટ પ્રદર્શન ચાલુ છે. તેને બુધવારે આયરલેન્ડને 174 રનોથી હરાવીને જીત હાંસલ કરી. આ જીત સાથે જ ટીમ ઇન્ડિયા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. ગૃપ બીમાં સામેલ ટીમ ઇન્ડિયાની આ સતત બીજી જીત છે. બુધવારે વેસ્ટ ઇન્ડિઝના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 307નો સ્કૉર બનાવ્યો હતો. 

Continues below advertisement

'મેન ઓફ ધ મેચ' હરનૂર સિંહે 88 અને અંગકૃષ રઘુવંશીએ 79 રનોની ઇનિંગ રમી. વળી રાજવર્ધન હંગરગેકરે 39 રનોની ઇનિંગ રમી. મોટા લક્ષ્યના જવાબમાં આયરલેન્ડની ટીમ 39 ઓવરમા માત્ર 133 રન બનાવીને સમેટાઇ ગઇ હતી. કૌશલ તામ્બે, અનીશ્વર ગૌતમ અને ગર્વ સાંગવાને બે-બે વિકેટો ઝડપી. કોરોના વાયરસથી સંક્રમિત થવાના કારણે ભારતના કેપ્ટન યશ દુલે, ઉપ કેપ્ટન શેખ રશીદ, માનવ પરખ, સિદ્ધાર્થ યાદવ, આરાધ્ય યાવ અને વાસુ વત્સે મેચમાં ભાગ ન હતો લીધો 

ભારતીય ટીમની કેપ્ટનશીપ નિશાંત સંધૂએ કરી, ભારતીય ટીમ આગાળની મેચ 22 જાન્યુઆરીએ યુગાન્ડા વિરુદ્ધ રમશે. વળી, આયરલેન્ડનો સામનો 21 જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ થશે.

 

---

આ પણ વાંચો.........

વધારે સમય ટીવી જોવાથી ગંભીર બ્લડ કોટિંગનું જોખમ 35 ટકા વધી જાય છે

ESIC Bharti 2022 : ESIC માં ધોરણ-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો પગાર-લાયકાત વિશે

GAIL India Recruitment : પરીક્ષા વિના અધિકારી બનવાની શાનદાર તક, આજે અરજી કરવાની છેલ્લી તારીખ, મળશે 2.4 લાખ પ્રતિ માસનો પગાર

IND vs SA 1st ODI: Virat Kohliએ સચિન તેંડુલકરને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો.

ગુજરાતના આ શહેરમાં કોરોનાથી સ્થિતિ વણસી, 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા

Tata Tiago અને Tigor CNG થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત અને કોની સાથે થશે મુકાબલો

 

Continues below advertisement
Sponsored Links by Taboola