Earthquake In Port of Spain: ક્રિકેટના મેદાન પર રેકોર્ડ અને અવનવી વિચિત્ર હરકતો તો જ દરેકને જોવા મળે છે. પરંતુ આ વખતે કંઇક એવુ જોવા મળ્યુ છે, જેનો ખ્યાલ સપનામાં પણ ના આવી શકે. વેસ્ટ ઇન્ડિઝમાં રમાઇ રહેલા અંડર-19 વર્લ્ડકપ (U19 World Cup)માં ઝિમ્બાબ્વે (Zimbabwe) અને આયલેન્ડ (Ireland)ની મેચ દરમિયાન ધરતી ધ્રૂજી. મેચ દરમિયાન ભૂકંપ (Earthquake)ના ઝટકા અનુભવાયા હતા. આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી, જેનો વીડિયો પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે.  


ચાલુ મેચમાં આવ્યો 5.2ની તીવ્રતાનો ભૂકંપ- 
વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા અંડર-19 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચે પ્લેટ-ગ્રૂપ મેચ રમાઇ રહી હતી. આ સમયે ત્રિનિદાદના કિનારે 5.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ઘટના ઝિમ્બાબ્વેની ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં બની હતી. છઠ્ઠી ઓવર દરમિયાન ઝિમ્બાબ્વેની ઇનિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મેચ દરમિયાન બૉલર બૉલિંગ કરવા દોડ્યો તે સમયે જ ભૂકંપના આંચકા અનુભવાયા, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. આ વાતની આયર્લેન્ડ ક્રિકેટે પણ એક ટ્વિટમાં આ વાતની પુષ્ટિ કરી હતી.




ચાલુ મેચે કૉમેન્ટેટરો પણ ગભરાયા
ભૂકંપ દરમિયાન, કોમેન્ટેટર એન્ડ્રુ લિયોનાર્ડ તેના પાર્ટનરને કહેતા સાંભળ્યા હતા, "મને લાગે છે કે ધરતીકંપ થયો છે. આપણે ખરેખર ભૂકંપનો સામનો કરી રહ્યા છીએ. 


આ પણ વાંચો........


'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે


'તારક મહેતા....'માં જેના નવા જેઠાલાલ બનવાની ચર્ચા છે એ સૌરભ ઘાડગે કોણ છે ? શાના કારણે થયો છે પ્રખ્યાત ?


ખેડૂતો માટે ખુશખબર, જાંબુની ખેતી કરતા ધરતીપુત્રોને પણ મળશે સબસિડી


Cabinet Secretariat Recruitment: કેબિનેટ સચિવાલયમાં નોકરી મેળવવાનો સોનેરી મોકો, મળશે તગડો પગાર


જો તે સમયે DRS હોત તો સચિને એક લાખ રન બનાવ્યા હોત, જાણો કયા પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ કહ્યું આમ


Exit Polls: ચૂંટણી પંચે એક્ઝિટ પોલ્સને લઈ શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત