વૈભવ સૂર્યવંશી એક IPL સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય બનવાની નજીક છે. હાલ આ રેકોર્ડ અભિષેક શર્માના નામે છે.
DC vs RR મેચમાં ઈતિહાસ રચી શકે છે વૈભવ સૂર્યવંશી, ફક્ત 3 છગ્ગા ફટકારીને તોડી નાખશે મોટો રેકોર્ડ
DC vs RR IPL 2026: આજે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એક મહત્વપૂર્ણ મેચ યોજાવાની છે. આ મેચમાં વૈભવ સૂર્યવંશી પાસે વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે.

- વૈભવ સૂર્યવંશી એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય બનવાની નજીક.
- રાજસ્થાન રોયલ્સ જીતે તો દિલ્હી કેપિટલ્સ પ્લેઓફ રેસમાંથી બહાર.
- વૈભવ સૂર્યવંશી 40 છગ્ગા સાથે અભિષેક શર્માનો રેકોર્ડ તોડશે.
- ફાઇનલ સુધી પહોંચે તો ક્રિસ ગેલનો ઓવરઓલ રેકોર્ડ તોડવાની શક્યતા.
DC vs RR IPL 2026: વૈભવ સૂર્યવંશી પાસે આજે વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે. તે એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય બનવાની ઉંબરે ઉભો છે, અત્યારે આ રેકોર્ડ અભિષેક શર્માના નામે છે. આજે અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી મેચ છે.
રાજસ્થાન રોયલ્સના પ્લેઓફમાં જવાના ચાન્સ વધારે અને દિલ્હી કેપિટલ્સના ઓછા છે. જો આજે RR જીતે છે તો DC સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે, અત્યારે પણ તેમના ચાન્સ માત્ર 4-5 ટકા જ છે. વૈભવ સૂર્યવંશીએ ગયા વર્ષે જ IPL માં ડેબ્યુ કર્યું છે, પરંતુ હવે આ 15 વર્ષીય ખેલાડીથી સારા-સારા બોલરો ડરવા લાગ્યા છે. તે પહેલા બોલથી એટેકિંગ રમે છે અને હવાઈ ફાયર કરવામાં જરાય અચકાતો નથી. નોંધનિય છે કે, વૈભવની પસંદગી તાજેતરમાં ઈન્ડિયા એ માટે પણ થઈ છે.
વૈભવ સૂર્યવંશી ઈતિહાસ રચવાથી 3 'સિક્સ' દૂર
આઈપીએલની એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા લગાવનાર ભારતીય અત્યારે અભિષેક શર્મા છે, જેમણે 2024 માં કુલ 42 છગ્ગા લગાવ્યા હતા. વૈભવ તેમના આ મોટા રેકોર્ડને તોડવાની ખૂબ જ નજીક છે. વૈભવ IPL 2026 માં 40 છગ્ગા લગાવી ચૂક્યો છે અને 3 વધુ લગાવીને અભિષેકનો આ રેકોર્ડ તોડી નાખશે. પોતાની બીજી સીઝન રમી રહેલો વૈભવ IPL ઈતિહાસમાં સૌથી ઝડપી સદી લગાવનાર ભારતીય બેટ્સમેન છે, તેણે ગયા વર્ષે 35 બોલમાં સેન્ચુરી ફટકારી હતી.
ઓવરઓલ જોઈએ તો એક IPL સીઝનમાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે, તેણે 2012 માં કુલ 59 છગ્ગા લગાવ્યા હતા. જો રાજસ્થાન ફાઈનલ સુધી જાય છે તો વૈભવ તેના આ રેકોર્ડને તોડવાની નજીક પહોંચી શકે છે અથવા તોડી પણ શકે છે. આ માટે તેણે હવે 20 છગ્ગા વધુ લગાવવા પડશે, જે મુશ્કેલ તો છે પણ અશક્ય નથી.
એક IPL સીઝનમાં સૌથી વધુ છગ્ગા લગાવનાર બેટ્સમેન
-
59- ક્રિસ ગેલ (RCB)- 2012
-
52- આન્દ્રે રસેલ (KKR)- 2019
-
51- ક્રિસ ગેલ (RCB)- 2013
-
45- જોસ બટલર (RR)- 2022
-
44- ક્રિસ ગેલ (RCB)- 2011
-
42- અભિષેક શર્મા (SRH)- 2024
Frequently Asked Questions
વૈભવ સૂર્યવંશી કયો મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે?
વૈભવ સૂર્યવંશીને અભિષેક શર્માનો રેકોર્ડ તોડવા માટે કેટલા છગ્ગાની જરૂર છે?
વૈભવ સૂર્યવંશી IPL 2026 માં 40 છગ્ગા લગાવી ચૂક્યો છે. અભિષેક શર્માનો 42 છગ્ગાનો રેકોર્ડ તોડવા માટે તેને માત્ર 3 વધુ છગ્ગાની જરૂર છે.
DC અને RR વચ્ચેની મેચનું શું મહત્વ છે?
જો રાજસ્થાન રોયલ્સ (RR) આ મેચ જીતે છે, તો દિલ્હી કેપિટલ્સ (DC) સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.
વૈભવ સૂર્યવંશી IPL માં કયો બીજો રેકોર્ડ ધરાવે છે?
વૈભવ સૂર્યવંશી IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી લગાવનાર ભારતીય બેટ્સમેન છે. તેણે ગયા વર્ષે માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી.



















