DC vs RR IPL 2026: વૈભવ સૂર્યવંશી પાસે આજે વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવાની તક છે. તે એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય બનવાની ઉંબરે ઉભો છે, અત્યારે આ રેકોર્ડ અભિષેક શર્માના નામે છે. આજે અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી મેચ છે.

Continues below advertisement

 

રાજસ્થાન રોયલ્સના પ્લેઓફમાં જવાના ચાન્સ વધારે અને દિલ્હી કેપિટલ્સના ઓછા છે. જો આજે RR જીતે છે તો DC સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે, અત્યારે પણ તેમના ચાન્સ માત્ર 4-5 ટકા જ છે. વૈભવ સૂર્યવંશીએ ગયા વર્ષે જ IPL માં ડેબ્યુ કર્યું છે, પરંતુ હવે આ 15 વર્ષીય ખેલાડીથી સારા-સારા બોલરો ડરવા લાગ્યા છે. તે પહેલા બોલથી એટેકિંગ રમે છે અને હવાઈ ફાયર કરવામાં જરાય અચકાતો નથી. નોંધનિય છે કે, વૈભવની પસંદગી તાજેતરમાં ઈન્ડિયા એ માટે પણ થઈ છે.

Continues below advertisement

આ પણ વાંચો...IPL Playoff Scenario: KKR એ રોક્યો GT ની વિજય રથ; રોમાંચક થયો પ્લેઓફનો જંગ, જુઓ પોઇન્ટ ટેબલમાં શું થયો ફેરફાર

વૈભવ સૂર્યવંશી ઈતિહાસ રચવાથી 3 'સિક્સ' દૂર

આઈપીએલની એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા લગાવનાર ભારતીય અત્યારે અભિષેક શર્મા છે, જેમણે 2024 માં કુલ 42 છગ્ગા લગાવ્યા હતા. વૈભવ તેમના આ મોટા રેકોર્ડને તોડવાની ખૂબ જ નજીક છે. વૈભવ IPL 2026 માં 40 છગ્ગા લગાવી ચૂક્યો છે અને 3 વધુ લગાવીને અભિષેકનો આ રેકોર્ડ તોડી નાખશે. પોતાની બીજી સીઝન રમી રહેલો વૈભવ IPL ઈતિહાસમાં સૌથી ઝડપી સદી લગાવનાર ભારતીય બેટ્સમેન છે, તેણે ગયા વર્ષે 35 બોલમાં સેન્ચુરી ફટકારી હતી.

ઓવરઓલ જોઈએ તો એક IPL સીઝનમાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે, તેણે 2012 માં કુલ 59 છગ્ગા લગાવ્યા હતા. જો રાજસ્થાન ફાઈનલ સુધી જાય છે તો વૈભવ તેના આ રેકોર્ડને તોડવાની નજીક પહોંચી શકે છે અથવા તોડી પણ શકે છે. આ માટે તેણે હવે 20 છગ્ગા વધુ લગાવવા પડશે, જે મુશ્કેલ તો છે પણ અશક્ય નથી.

એક IPL સીઝનમાં સૌથી વધુ છગ્ગા લગાવનાર બેટ્સમેન

  • 59- ક્રિસ ગેલ (RCB)- 2012

  • 52- આન્દ્રે રસેલ (KKR)- 2019

  • 51- ક્રિસ ગેલ (RCB)- 2013

  • 45- જોસ બટલર (RR)- 2022

  • 44- ક્રિસ ગેલ (RCB)- 2011

  • 42- અભિષેક શર્મા (SRH)- 2024