Vaibhav Sooryavanshi Crying Video: વૈભવ સૂર્યવંશી ક્વોલિફાયર-2 માં રાજસ્થાન રોયલ્સની હાર બાદ તૂટી ગયો હતો. 15 વર્ષનો આ ખેલાડી હાર બાદ પોતાના આંસુ રોકી શક્યો નહીં અને એક ખૂણામાં જઈને બેસી ગયો. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગુજરાત ટાઇટન્સે આ મેચ જીતીને ત્રીજી વખત IPL ફાઇનલમાં જગ્યા બનાવી છે, જ્યાં તેમનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે થશે.

Continues below advertisement

 

રિયાન પરાગનો ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય પણ આશ્ચર્યજનક હતો. મોહમ્મદ સિરાજે શાનદાર શરૂઆત અપાવી અને યશસ્વી જાયસ્વાલ (1) ને પહેલી જ ઓવરમાં આઉટ કર્યો. ત્યારપછીની જ ઓવરમાં કગિસો રબાડાએ ધ્રુવ જુરેલ (7) ને પેવેલિયન ભેગો કર્યો. આ મુશ્કેલ સમયમાં વૈભવ સૂર્યવંશીની સાથે રવિન્દ્ર જાડેજાએ શાનદાર ઇનિંગ રમી. ઈજા સામે ઝઝૂમી રહેલા જાડેજાએ 35 બોલમાં 45 રન બનાવ્યા હતા.

Continues below advertisement

આ પણ વાંચો...વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા  IPL ઈતિહાસમાં સૌથી ઝડપી 1000 રન, સચિન સહિત ઘણા દિગ્ગજોએ પાછળ છોડ્યા 

વૈભવ સૂર્યવંશી ફરી એકવાર પોતાની સદી ચૂકી ગયો. એલિમિનેટરમાં 97 રન બનાવનાર વૈભવ ક્વોલિફાયર-2 માં 96 રન બનાવીને એ જ રીતે આઉટ થયો જે રીતે તે એલિમિનેટરમાં થયો હતો. 47 બોલમાં રમેલી આ ઇનિંગમાં તેણે 7 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા.

હાર બાદ ભાવુક થયો વૈભવ સૂર્યવંશી

લક્ષ્યનો પીછો કરતી વખતે શુભમન ગિલ અને સાઈ સુદર્શને પ્રથમ વિકેટ માટે 167 રનની ભાગીદારી કરી હતી, રાજસ્થાન રોયલ્સના બોલરો વિકેટ માટે તરસતા જોવા મળ્યા હતા. ગુજરાતે 8 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. રાજસ્થાન રોયલ્સનું ખિતાબ જીતવાનું સપનું તૂટી ગયું, જેના પછી વૈભવ સૂર્યવંશી ભાવુક થઈ ગયો હતો. તે એક ખૂણામાં જઈને બેસી ગયો અને તેની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા.

સાથી ખેલાડીએ તેને ટુવાલ આપ્યો, જેનાથી તે વારંવાર પોતાના આંસુ લૂછી રહ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, વૈભવનું વ્યક્તિગત પ્રદર્શન શાનદાર રહ્યું છે અને દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહી છે.

IPL 2026 માં કેવું રહ્યું પ્રદર્શન?

વૈભવ સૂર્યવંશી અત્યારે ઓરેન્જ કેપ હોલ્ડર છે, તેણે 16 ઇનિંગ્સમાં 776 રન બનાવ્યા છે. પ્લેઓફની બંને મેચોમાં તેણે શાનદાર ઇનિંગ્સ (97 અને 96) રમી, પરંતુ પોતાની સદી પૂરી કરી શક્યો નહીં. આ સીઝનમાં તેણે 1 સદી અને 5 અર્ધસદી ફટકારી છે.