શોધખોળ કરો

IPL 2026: માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ મચાવી ધમાલ, ઓરેન્જ કેપ અને કાર સહિત જીત્યા આ 5 મોટા એવોર્ડ્સ

Vaibhav Sooryavanshi IPL 2026 Awards: વૈભવ સૂર્યવંશીને IPL 2026 માં તેના શાનદાર પ્રદર્શન માટે કુલ પાંચ પુરસ્કારો મળ્યા, જેમાં ટાટા સિએરા કારનો પણ સમાવેશ થાય છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વૈભવ સૂર્યવંશી IPL 2026 માં 5 એવોર્ડ જીત્યા.
  • 15 વર્ષીય વૈભવને રૂ. 45 લાખ અને ટાટા સિએરા કાર મળી.
  • સૌથી નાની ઉંમરે ઓરેન્જ કેપ અને MVP એવોર્ડ જીત્યો.
  • વૈભવે 16 મેચમાં 776 રન, 1 સદી ફટકારી.

Vaibhav Sooryavanshi IPL 2026 Awards: રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશીને IPL 2026 માં અદભુત પ્રદર્શન કરવા માટે ઘણા એવોર્ડ્સ મળ્યા છે, જેમાં ટાટા સિએરા (Tata Sierra) કાર પણ સામેલ છે. વૈભવ ગયા રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી સીઝનની ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદ પહોંચ્યો હતો. અહીં મેચ પૂરી થયા બાદ 15 વર્ષના વૈભવને એક પછી એક એવોર્ડ્સથી નવાજવામાં આવ્યો હતો. તો ચાલો જાણીએ કે વૈભવને કાર સહિત કેટલા એવોર્ડ્સ મળ્યા અને તેની કુલ રકમ કેટલી થઈ.

વૈભવ સૂર્યવંશીને મળ્યા 5 એવોર્ડ્સ

તમને જણાવી દઈએ કે વૈભવ સૂર્યવંશીને કુલ 5 એવોર્ડ્સ મળ્યા છે. આ એવોર્ડ્સમાં ઇમર્જિંગ પ્લેયર, સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન, સુપર સિક્સેસ, ઓરેન્જ કેપ અને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર સામેલ છે.

આ પણ વાંચો...IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા

કુલ કેટલી રકમ મળી?

વૈભવને 5 એવોર્ડ્સ માટે કુલ 45 લાખ રૂપિયાની પ્રાઇઝ મની  મળી છે. આ સિવાય તેને એક શાનદાર ટાટા સિએરા કાર પણ ભેટમાં મળી છે.

વૈભવ સૂર્યવંશીના તમામ એવોર્ડ્સની યાદી

  • ઓરેન્જ કેપ - વૈભવ સૂર્યવંશી (10 લાખ રૂપિયા)
  • મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન (MVP) - વૈભવ સૂર્યવંશી (15 લાખ રૂપિયા)
  • ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન - વૈભવ સૂર્યવંશી (10 લાખ રૂપિયા)
  • સુપર સિક્સ એવોર્ડ - વૈભવ સૂર્યવંશી (10 લાખ રૂપિયા)
  • સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન - વૈભવ સૂર્યવંશી (ટાટા સિએરા કાર)

સૌથી નાની ઉંમરે વૈભવે બનાવ્યા સૌથી વધુ રન

15 વર્ષના વૈભવે આ સીઝનમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 16 મેચોની 16 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 48.50 ની એવરેજ )અને 237.31 ના શાનદાર સ્ટ્રાઇક રેટથી 776 રન ફટકાર્યા છે. આ દરમિયાન વૈભવના બેટમાંથી 1 સદી અને 5 અર્ધસદી નીકળી હતી. વૈભવ સૌથી નાની ઉંમરે ઓરેન્જ કેપ જીતનારો ખેલાડી બની ગયો છે.

વૈભવ સૂર્યવંશીની આઈપીએલ કરિયર

વૈભવની આઈપીએલ (IPL) કરિયર પર નજર કરીએ તો, તેણે અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં 23 મેચ રમી લીધી છે. આ મેચોની 23 ઇનિંગ્સમાં બેટિંગ કરતા વૈભવે 44.69 ની એવરેજ અને 228.95 ના સ્ટ્રાઇક રેટથી 1028 રન બનાવી લીધા છે. આ દરમિયાન તેના બેટથી 2 સદી અને 6 અર્ધસદી નીકળી છે, જેમાં તેનો હાઇએસ્ટ સ્કોર 103 રનનો રહ્યો છે. વૈભવ 2025 થી આઈપીએલ રમી રહ્યો છે. તેને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયાની કિંમતમાં ખરીદ્યો હતો.

Frequently Asked Questions

વૈભવ સૂર્યવંશીને IPL 2026 માં કુલ કેટલા એવોર્ડ મળ્યા?

વૈભવ સૂર્યવંશીને IPL 2026 માં કુલ 5 એવોર્ડ મળ્યા છે.

વૈભવ સૂર્યવંશીને મળેલા એવોર્ડ્સની યાદી આપો.

તેને ઇમર્જિંગ પ્લેયર, સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન, સુપર સિક્સેસ, ઓરેન્જ કેપ અને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર જેવા એવોર્ડ્સ મળ્યા છે.

વૈભવ સૂર્યવંશીને એવોર્ડ્સ માટે કુલ કેટલી રકમ મળી?

વૈભવને 5 એવોર્ડ્સ માટે કુલ 45 લાખ રૂપિયાની પ્રાઇઝ મની અને એક ટાટા સિએરા કાર મળી છે.

વૈભવ સૂર્યવંશી IPL 2026 માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે?

હા, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ 16 મેચોમાં 776 રન બનાવીને આ સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા છે.

વૈભવ સૂર્યવંશી કયા વર્ષથી IPL રમી રહ્યો છે?

વૈભવ સૂર્યવંશી 2025 થી IPL રમી રહ્યો છે અને તેને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દારુ નકલી, અસલી મહુડો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં કોણે ફોડી સોપારી ?
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા
શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget