Vaibhav Sooryavanshi IPL 2026 Awards: રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશીને IPL 2026 માં અદભુત પ્રદર્શન કરવા માટે ઘણા એવોર્ડ્સ મળ્યા છે, જેમાં ટાટા સિએરા (Tata Sierra) કાર પણ સામેલ છે. વૈભવ ગયા રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી સીઝનની ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદ પહોંચ્યો હતો. અહીં મેચ પૂરી થયા બાદ 15 વર્ષના વૈભવને એક પછી એક એવોર્ડ્સથી નવાજવામાં આવ્યો હતો. તો ચાલો જાણીએ કે વૈભવને કાર સહિત કેટલા એવોર્ડ્સ મળ્યા અને તેની કુલ રકમ કેટલી થઈ.
વૈભવ સૂર્યવંશીને મળ્યા 5 એવોર્ડ્સ
તમને જણાવી દઈએ કે વૈભવ સૂર્યવંશીને કુલ 5 એવોર્ડ્સ મળ્યા છે. આ એવોર્ડ્સમાં ઇમર્જિંગ પ્લેયર, સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન, સુપર સિક્સેસ, ઓરેન્જ કેપ અને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર સામેલ છે.
આ પણ વાંચો...IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
કુલ કેટલી રકમ મળી?
વૈભવને 5 એવોર્ડ્સ માટે કુલ 45 લાખ રૂપિયાની પ્રાઇઝ મની મળી છે. આ સિવાય તેને એક શાનદાર ટાટા સિએરા કાર પણ ભેટમાં મળી છે.
વૈભવ સૂર્યવંશીના તમામ એવોર્ડ્સની યાદી
- ઓરેન્જ કેપ - વૈભવ સૂર્યવંશી (10 લાખ રૂપિયા)
- મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન (MVP) - વૈભવ સૂર્યવંશી (15 લાખ રૂપિયા)
- ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન - વૈભવ સૂર્યવંશી (10 લાખ રૂપિયા)
- સુપર સિક્સ એવોર્ડ - વૈભવ સૂર્યવંશી (10 લાખ રૂપિયા)
- સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન - વૈભવ સૂર્યવંશી (ટાટા સિએરા કાર)
સૌથી નાની ઉંમરે વૈભવે બનાવ્યા સૌથી વધુ રન
15 વર્ષના વૈભવે આ સીઝનમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 16 મેચોની 16 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 48.50 ની એવરેજ )અને 237.31 ના શાનદાર સ્ટ્રાઇક રેટથી 776 રન ફટકાર્યા છે. આ દરમિયાન વૈભવના બેટમાંથી 1 સદી અને 5 અર્ધસદી નીકળી હતી. વૈભવ સૌથી નાની ઉંમરે ઓરેન્જ કેપ જીતનારો ખેલાડી બની ગયો છે.
વૈભવ સૂર્યવંશીની આઈપીએલ કરિયર
વૈભવની આઈપીએલ (IPL) કરિયર પર નજર કરીએ તો, તેણે અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં 23 મેચ રમી લીધી છે. આ મેચોની 23 ઇનિંગ્સમાં બેટિંગ કરતા વૈભવે 44.69 ની એવરેજ અને 228.95 ના સ્ટ્રાઇક રેટથી 1028 રન બનાવી લીધા છે. આ દરમિયાન તેના બેટથી 2 સદી અને 6 અર્ધસદી નીકળી છે, જેમાં તેનો હાઇએસ્ટ સ્કોર 103 રનનો રહ્યો છે. વૈભવ 2025 થી આઈપીએલ રમી રહ્યો છે. તેને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયાની કિંમતમાં ખરીદ્યો હતો.
