શોધખોળ કરો

વૈભવ સૂર્યવંશીએ અંડર-19 વર્લ્ડ કપમાં જીત્યા 2 મોટા એવોર્ડ, આ કારનામું કરનારો ઈતિહાસનો પ્રથમ ખેલાડી 

તેણે પોતાના માટે એક એવો રેકોર્ડ બનાવ્યો જે અંડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં અગાઉ કોઈ અન્ય ખેલાડીએ હાંસલ કર્યો ન હતો.

ICC અંડર-19 વર્લ્ડ કપ 2026 શરૂ થાય તે પહેલાં જ ટીમ ઈન્ડિયાને ખિતાબ માટે મજબૂત દાવેદાર માનવામાં આવી રહી હતી, જેનું મુખ્ય કારણ ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી હતો. ફાઇનલ પહેલા વૈભવે કેટલીક મેચોમાં પોતાની બેટિંગ કુશળતા દર્શાવી હતી પરંતુ તે મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. જોકે, ઇંગ્લેન્ડ સામેની ટાઇટલ મેચમાં તેણે ધમાકેદાર ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડ સામેની ફાઇનલમાં, વૈભવ સૂર્યવંશીએ 80  બોલમાં 175  રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી, જેમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગાનો સમાવેશ થાય છે. ટીમ ઇન્ડિયાની જીત બાદ, તેને બે મોટા એવોર્ડ મળ્યા છે.  જેનાથી તેણે પોતાના માટે એક એવો રેકોર્ડ બનાવ્યો જે અંડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં અગાઉ કોઈ અન્ય ખેલાડીએ હાંસલ કર્યો ન હતો.વૈભવ ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ અને ટુર્નામેન્ટ બંને એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો.

વૈભવ ઇંગ્લેન્ડ સામે 2026  અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં 175  રનની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવ્યો. આ સાથે, વૈભવ સૂર્યવંશી અંડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બંને એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો છે. વૈભવના બેટે સાત મેચમાં 62.71  ની સરેરાશથી 439  રન બનાવ્યા, જેમાં 41  ચોગ્ગા અને 30  છગ્ગા ફટકાર્યા. તેણે ત્રણ અડધી સદી અને એક સદી પણ ફટકારી.

હું મોટી મેચોમાં અને દબાણમાં પણ સારુ પ્રદર્શન કરી શકું છું-વૈભવ

વૈભવ સૂર્યવંશી અંડર 19 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ મેચ ફાઇનલ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બંને એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો છે. એવોર્ડ જીત્યા બાદ, તેણે કહ્યું, "તે ખૂબ જ સારું લાગે છે. બધી તૈયારી સપોર્ટ સ્ટાફની મહેનતનું પરિણામ છે. અમે રમેલી દરેક મેચમાંથી કંઈક શીખ્યા - એશિયા કપ અને તે પહેલાંની શ્રેણી. હું આ એવોર્ડ સમગ્ર સપોર્ટ સ્ટાફને સમર્પિત કરવા માંગુ છું."

અમે ટુર્નામેન્ટની શરૂઆતથી જ આપણી જાત પર વિશ્વાસ રાખવા અને જે પ્રક્રિયાને અનુસરી રહ્યા છીએ તેના પર વિશ્વાસ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તૈયારીઓ એશિયા કપથી શરૂ થઈ ગઈ હતી અને તે પહેલાં પણ. સપોર્ટ સ્ટાફ અને ટીમ છેલ્લા આઠ-નવ મહિનાથી સાથે મળીને કામ કરી રહ્યા છે. તે તૈયારીએ અમને આજે જ્યાં છીએ ત્યાં પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી છે. મને મેં જે કુશળતા વિકસાવી છે તેમાં મને ઘણો વિશ્વાસ છે. હું જાણું છું કે હું મોટી મેચોમાં અને દબાણમાં પણ પ્રદર્શન કરી શકું છું, તેથી મેં આત્મવિશ્વાસ જાળવી રાખ્યો. " 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ICC રેન્કિંગમાં મોટો ફેરફાર, સંજુ સેમસન 25 ખેલાડીઓને પાછળ છોડ્યા, જાણો અભિષેક શર્માનું શું થયું?
ICC રેન્કિંગમાં મોટો ફેરફાર, સંજુ સેમસન 25 ખેલાડીઓને પાછળ છોડ્યા, જાણો અભિષેક શર્માનું શું થયું?
SA vs NZ Playing-11: દક્ષિણ આફ્રિકાની ટીમમાં આ 3 આક્રમક ખેલાડીઓની થશે વાપસી? ન્યૂઝિલેન્ડ સામે સેમિફાઈનલ મુકાબલો
SA vs NZ Playing-11: દક્ષિણ આફ્રિકાની ટીમમાં આ 3 આક્રમક ખેલાડીઓની થશે વાપસી? ન્યૂઝિલેન્ડ સામે સેમિફાઈનલ મુકાબલો
T20 વર્લ્ડ કપ 2026: શું અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે ભારત-ઈંગ્લેન્ડ સેમીફાઈનલ રદ થશે? જાણો શું છે અપડેટ
T20 વર્લ્ડ કપ 2026: શું અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે ભારત-ઈંગ્લેન્ડ સેમીફાઈનલ રદ થશે? જાણો શું છે અપડેટ
IND vs ENG Semifinal: વાનખેડે મેદાન પર ભારત કે ઈંગ્લેન્ડ કોનું પલડું ભારે ? રેકોર્ડ પર કરો નજર 
IND vs ENG Semifinal: વાનખેડે મેદાન પર ભારત કે ઈંગ્લેન્ડ કોનું પલડું ભારે ? રેકોર્ડ પર કરો નજર 
Advertisement

વિડિઓઝ

Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં કેવી રીતે પડે છે ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : પોટલી અને વ્યવસાયનું રહસ્ય શું?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
₹1,88,70,00,00,00,000 નો ધુમાડો! ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાની તિજોરી ખાલી થશે? ટ્રમ્પે કરી મોટી જાહેરાત
₹1,88,70,00,00,00,000 નો ધુમાડો! ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાની તિજોરી ખાલી થશે? ટ્રમ્પે કરી મોટી જાહેરાત
રામદાસ અઠાવલે અને વિનોદ તાવડે જશે રાજ્યસભા, BJP એ મહારાષ્ટ્રની યાદી કરી જાહેર 
રામદાસ અઠાવલે અને વિનોદ તાવડે જશે રાજ્યસભા, BJP એ મહારાષ્ટ્રની યાદી કરી જાહેર 
Gold Silver Price Today: હોળી પર સોના-ચાંદીની કિંમતમાં મોટો ઉલટફેર, જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: હોળી પર સોના-ચાંદીની કિંમતમાં મોટો ઉલટફેર, જાણી લો લેટેસ્ટ કિંમત 
મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે ભડકે બળ્યા ક્રૂડ ઓઈલના ભાવ, જાણો હવે આગળ શું થશે?
મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે ભડકે બળ્યા ક્રૂડ ઓઈલના ભાવ, જાણો હવે આગળ શું થશે?
Embed widget