U19 World Cup: 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો ઈતિહાસ
Vaibhav Suryavanshi Records: આ માત્ર શરૂઆત છે: બાંગ્લાદેશ સામે 72 રનની તોફાની ઇનિંગ રમીને વૈભવે યુવા વનડેમાં 1,000 રન પૂરા કર્યા; રન મશીન કોહલીને આ મામલે પાછળ છોડી દીધો.

Vaibhav Suryavanshi Records: ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં છે તે વાતની સાબિતી બિહારના 14 વર્ષીય ડાબોડી બેટ્સમેન વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) એ આપી દીધી છે. હાલમાં ચાલી રહેલા અંડર-19 વર્લ્ડ કપ (U-19 World Cup) માં આ "વંડર કિડ" એ પોતાના બેટથી એવો ઈતિહાસ રચ્યો છે કે દિગ્ગજ ક્રિકેટરો પણ ચોંકી ગયા છે. વૈભવે માત્ર એક શાનદાર ઇનિંગ રમીને 'રન મશીન' ગણાતા વિરાટ કોહલી (Virat Kohli) ના વર્ષો જૂના રેકોર્ડને તોડી નાખ્યો છે.
બાંગ્લાદેશ સામે ફટકારી દમદાર ફિફ્ટી
અંડર-19 વર્લ્ડ કપની મહત્વની મેચમાં બાંગ્લાદેશ સામે રમતી વખતે વૈભવનું બેટ આગ ઓકતું હતું. તેણે માત્ર 67 બોલમાં 72 રનની આક્રમક ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે મેદાનની ચારે તરફ ફટકાબાજી કરતા 6 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગની મદદથી તેણે યુવા વનડે ક્રિકેટ (Youth ODI Cricket) માં પોતાના 1,000 રન પણ પૂર્ણ કર્યા હતા.
કોહલીને કેવી રીતે પાછળ છોડ્યો?
ક્રિકેટના આંકડાઓ પર નજર કરીએ તો વૈભવની સિદ્ધિ વધુ મોટી લાગે છે. યુવા વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે હવે તે વિરાટ કોહલીથી આગળ નીકળી ગયો છે.
વૈભવ સૂર્યવંશી: તેણે અત્યાર સુધી યુવા ODI કારકિર્દીની 20 ઇનિંગ્સમાં 1,047 રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 5 અડધી સદી સામેલ છે.
વિરાટ કોહલી: કિંગ કોહલીએ પોતાના અંડર-19 સમયગાળામાં 25 ઇનિંગ્સમાં 978 રન બનાવ્યા હતા.
આમ, વૈભવે વિરાટ કરતા ઓછી મેચો રમીને પણ વધુ રન બનાવીને એક નવો માઈલસ્ટોન (Milestone) સ્થાપિત કર્યો છે.
યુવા ODI: ભારતના ટોપ સ્કોરર્સ (Top Scorers)
જોકે, યુવા વનડેમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હજુ પણ વિજય ઝોલના નામે છે. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ જેવા સ્ટાર્સ પણ આ યાદીમાં સામેલ છે. જુઓ આંકડા:
1404 રન - વિજય ઝોલ (36 ઇનિંગ્સ)
1386 રન - યશસ્વી જયસ્વાલ
1316 રન - તન્મય શ્રીવાસ્તવ
1149 રન - શુભમન ગિલ
1149 રન - ઉન્મુક્ત ચંદ
1080 રન - સરફરાઝ ખાન
1047 રન - વૈભવ સૂર્યવંશી (હાલ રમી રહ્યો છે)
978 રન - વિરાટ કોહલી
વૈભવનું 'વિસ્ફોટક' ફોર્મ
માત્ર વનડે જ નહીં, પરંતુ ટી20 ફોર્મેટ (T20 Format) માં પણ વૈભવ બોલરો માટે કાળ સાબિત થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં તેના પ્રદર્શને વિશ્વભરના ક્રિકેટ પંડિતોનું ધ્યાન ખેંચ્યું છે.
તેની 18 મેચની T20 કારકિર્દીમાં તેણે 204.37 ના તોફાની સ્ટ્રાઇક રેટથી 701 રન ખડક્યા છે.
લિસ્ટ-A ક્રિકેટમાં તેણે 8 મેચમાં 353 રન બનાવ્યા છે.
આટલી નાની ઉંમરે તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ ડેબ્યુ કરી લીધું છે, જ્યાં તેણે 8 મેચમાં 207 રન બનાવ્યા છે.




















