Rising Stars Asia Cup: ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 માં ઇન્ડિયા A એ પોતાની પહેલી મેચ યુનાઇટેડ આરબ અમીરાત (UAE) સામે રમી હતી. શુક્રવાર, 14 નવેમ્બરના રોજ દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ ગ્રુપ B મેચમાં ઇન્ડિયા A એ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ભારતીય ટીમે કેપ્ટન જીતેશ શર્માના નિર્ણયને સંપૂર્ણપણે યોગ્ય ઠેરવ્યો. વૈભવ સૂર્યવંશીએ શરૂઆતથી જ બોલર્સ પર પ્રહાર કરવાનું શરુ કર્યું. 14 વર્ષીય ખેલાડીએ 32 બોલમાં 10 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી. પોતાની ઇનિંગ દરમિયાન વૈભવે માત્ર 17 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. કુલ મળીને, વૈભવે 42 બોલનો સામનો કર્યો અને 144 રન બનાવ્યા, જેમાં 15 છગ્ગા અને 11 ચોગ્ગાનો સમાવેશ થાય છે. વૈભવ સૂર્યવંશી અને નમન ધીરે બીજી વિકેટ માટે 56 બોલમાં 163 રન ઉમેર્યા. નમનએ 22 બોલમાં 34 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.
સૂર્યવંશી આ વર્ષે IPLમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ક્રિકેટર બન્યો હતો. 14 વર્ષ અને 32 દિવસની ઉંમરે, તેણે માત્ર 35 બોલમાં IPL સદી ફટકારી. આ ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી પણ હતી.
ભારત માટે સૌથી ઝડપી T20 સદીભારત માટે સૌથી ઝડપી T20 સદીનો રેકોર્ડ અભિષેક શર્મા અને ઉર્વિલ પટેલના નામે છે. બંનેએ 28 બોલમાં સદી ફટકારી હતી.
ઈન્ડિયા A ની પ્લેઈંગ ઈલેવન: પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, નેહલ વાઢેરા, નમન ધીર, જીતેશ શર્મા (વિકેટકીપર/કેપ્ટન), રમનદીપ સિંહ, આશુતોષ શર્મા, હર્ષ દુબે, યશ ઠાકુર, ગુર્જપનીત સિંહ અને સુયશ શર્મા.
યુએઈ પ્લેઈંગ ઈલેવન: અલીશાન શરાફુ (કેપ્ટન), સૈયદ હૈદર (વિકેટકીપર), સોહેબ ખાન, મયંક રાજેશ કુમાર, હર્ષિત કૌશિક, અયાન અફઝલ ખાન, અહેમદ તારિક, મુહમ્મદ અરફાન, મુહમ્મદ ફરાઝુદ્દીન, મુહમ્મદ રોહીદ ખાન, મુહમ્મદ જવાદુલ્લાહ.