Vaibhav Suryavanshi viral video: ક્રિકેટના મેદાન પર જ્યારે ભારત અને પાકિસ્તાન આમને-સામને હોય ત્યારે ગરમાગરમી થવી સામાન્ય છે. 21 December ના રોજ દુબઈમાં રમાયેલી U19 Asia Cup Final મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું. ભલે ભારતીય ટીમ આ મેચ હારી ગઈ હોય, પરંતુ ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) અને પાકિસ્તાની બોલર વચ્ચે થયેલી રકઝકનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. વૈભવે આઉટ થયા બાદ જે પ્રતિક્રિયા આપી તે જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા.

Continues below advertisement

ક્રિકેટ ચાહકોની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ મેચ પર હતી. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 347 Runs નો પહાડ જેવો સ્કોર ખડક્યો હતો. જવાબમાં ભારતીય ટીમે આક્રમક શરૂઆત કરી હતી અને માત્ર 2 Overs માં સ્કોર 30 Runs ને પાર પહોંચાડી દીધો હતો. જોકે, અસલી ડ્રામા ત્યારે થયો જ્યારે વૈભવ સૂર્યવંશીની વિકેટ પડી.

"તું મારા જૂતાની ધૂળ બરાબર છે" 

Continues below advertisement

ઘટના એવી બની કે વૈભવ સૂર્યવંશી 10 Balls માં 26 Runs બનાવીને રમી રહ્યો હતો. ત્યારે પાકિસ્તાની બોલર અલી રેઝાના બોલ પર તે વિકેટકીપર હમઝા ઝહૂરના હાથે કેચ આઉટ થયો. વિકેટ મળતાની સાથે જ પાકિસ્તાની બોલરે અતિશય ઉત્સાહમાં આવીને વૈભવ સામે જોઈને સ્લેજિંગ (ટીકા-ટિપ્પણી) કરવાનું શરૂ કર્યું.

સામાન્ય રીતે શાંત દેખાતો વૈભવ આ જોઈને ભડકી ગયો હતો. તે પેવેલિયન તરફ જઈ રહ્યો હતો ત્યારે અટક્યો અને બોલર તરફ જોઈને પોતાના જૂતા તરફ ઈશારો કર્યો. તેના હોઠના હલનચલન અને ઈશારા પરથી સ્પષ્ટ લાગતું હતું કે તે બોલરને કહી રહ્યો છે કે, "તું મારા જૂતાની નીચેની ધૂળ બરાબર છે." આ Viral Video સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે અને ચાહકો તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન અને નિરાશા 

આ ટૂર્નામેન્ટમાં વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે UAE સામેની મેચમાં 171 Runs ની ઐતિહાસિક ઈનિંગ રમીને અનેક રેકોર્ડ તોડ્યા હતા. આ ઉપરાંત મલેશિયા સામે પણ તેણે અડધી સદી ફટકારી હતી. ફાઈનલમાં ભારતને તેની પાસે મોટી આશા હતી. તેણે શરૂઆત તો તોફાની કરી હતી, પરંતુ મોટી ઈનિંગમાં પરિવર્તિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો. તેની વિકેટ પડ્યા બાદ ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ હતી અને અંતે મેચ ગુમાવવી પડી હતી.