વરુણ ચક્રવર્તીએ ધોનીની સતત બીજીવાર બૉલ્ડ કર્યો છે. આ સિઝનમાં આ પહેલાની મેચમાં પણ વરુણે ધોનીને ક્લિન બૉલ્ડ કર્યો હતો, અને ગુરુવાર ફરી એકવાર ક્લિન બૉલ્ડ કરી દીધો. આની સાથે જ એક જ સિઝનમાં ધોનીને સળંગ બે મેચોમાં બે વાર ક્લિન બૉલ્ડ કરનારો વરુણ ચક્રવર્તી પહેલો સ્પિનર બની ગયો છે. આ ઉપરાંત ત્રણ અન્ય સ્પિનરોએ ધોનીને ક્લિન બૉલ્ડ કર્યો છે જેમાં પ્રજ્ઞાન ઓઝા, પિયુષ ચાવલા અને રાશિદ ખાનનુ નામ સામેલ છે.
નોંધનીય છે કે મેચમાં પહેલા બેટિંગ કરતા કેકેઆરે 20 ઓવરમાં 5 વિકટેના નુકશાને 172 રન બનાવ્યા હતા, ટીમમાં નીતિશ રાણાએ 87 રનની ઇનિંગ રમી હતી, રાણા સિવાય ટીમમાંથી કોઇપણ બેટ્સમેન ચાલ્યો નહીં. વળી, સામે ચેન્નાઇ તરફથી લુંગી એનગીડીએ 2 વિકેટ અને જાડેજા, કર્ણ શર્મા, સેન્ટનરે એક-એક વિકેટ ઝડપી હતી.
ઉલ્લેખનીય છે કે મેચ બાદ ધોની વરુણ ચક્રવર્તીને ગેમ ટિપ્સ આપતો દેખાયો હતો, કેકેઆરે પોતાના ઓફિશિય ટ્વીટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં ધોની વરુણ ચક્રવર્તીને ક્રિકેટની કેટલીક ટિપ્સ આપી રહ્યો છે.