India T20 Squad for Ireland 2026: BCCI એ સત્તાવાર રીતે માહિતી આપી છે કે સ્પિનર વરુણ ચક્રવર્તી આયરલેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. તે સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) માં રિહેબની અંતિમ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. આ પ્રવાસ પર ટીમ ઇન્ડિયા 2 T20 મેચ રમશે, જેનો પ્રથમ મુકાબલો 26 જુનના રોજ થશે. T20 કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરનો આ પહેલો પ્રવાસ હશે, જેમાં વૈભવ સૂર્યવંશી પણ સામેલ છે.
ડાબા પગના અંગૂઠામાં હેરલાઇન ફ્રેક્ચરની સારવાર બાદ વરુણ ચક્રવર્તી રિહેબ માટે સેન્ટર ઓફ એક્સેલન્સમાં છે. આ ઇજા તેને IPL 2026 દરમિયાન થઈ હતી. BCCI એ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, "આઈપીએલ દરમિયાન ડાબા પગમાં ઇજા થયા બાદ, વરુણ ચક્રવર્તી COE માં પોતાના રિહેબના અંતિમ તબક્કામાં છે. તેને આયરલેન્ડ સામેની T20 સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો છે."
આ પણ વાંચો...BCCI એ ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની કરી જાહેરાત; કોહલી-બુમરાહની વાપસી
શ્રેયસ અય્યરનો કેપ્ટન તરીકે પ્રથમ પ્રવાસ
સૂર્યકુમાર યાદવે T20 કેપ્ટન તરીકે ભારતને વર્લ્ડ કપ જીતાડ્યો, તેમનો કેપ્ટનશીપ રેકોર્ડ શાનદાર રહ્યો અને ટીમ ઇન્ડિયાએ આ ફોર્મેટ પર રાજ કર્યું. આ બાબતનું દબાણ શ્રેયસ અય્યર પર પણ રહેશે, જેમને સૂર્યા પછી નવો T20 કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અય્યર સામે એક મુશ્કેલી એ પણ હશે કે વૈભવ સૂર્યવંશીને કોના સ્થાને રમાડવો, કારણ કે સંજુ સેમસન, અભિષેક શર્મા, ઇશાન કિશનના રૂપમાં ભારત પાસે ઓપનર્સના ઘણા વિકલ્પો છે અને જેઓ પહેલાથી જ સારું પ્રદર્શન કરતા આવ્યા છે.
આયરલેન્ડ પ્રવાસ માટે ભારતીય T20 સ્ક્વોડ: શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, તિલક વર્મા (ઉપ-કેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, વૈભવ સૂર્યવંશી, પ્રસિદ્ધ કૃષ્ણા.
