IPL 2026 ની સિઝનમાં વિરાટ કોહલીએ અત્યાર સુધી 13 ઇનિંગ્સમાં 542 રન બનાવ્યા છે.
IPL 2026: વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો એવો મહારેકોર્ડ જે તોડવો લગભગ અશક્ય છે
virat kohli 500 runs ipl 2026: પંજાબ કિંગ્સ સામે 500 રન પૂરા કરતાની સાથે જ કિંગ કોહલી 9 અલગ-અલગ સિઝનમાં આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો.

- વિરાટ કોહલીએ IPL 2026 માં 500 રન પૂરા કર્યા.
- તે 9 સિઝનમાં 500+ રન કરનાર પ્રથમ ખેલાડી બન્યો.
- આ સિઝનમાં તેનો સ્ટ્રાઇક રેટ IPL કરિયરમાં શ્રેષ્ઠ રહ્યો.
- વિરાટે 2016 માં એક સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા.
virat kohli 500 runs ipl 2026: ક્રિકેટ જગતમાં વિરાટ કોહલીને અમસ્તો જ "રેકોર્ડ્સનો રાજા" નથી કહેવાતો. IPL 2026 માં રમાયેલી પંજાબ કિંગ્સ સામેની મેચમાં વિરાટ કોહલીએ પોતાના 500 રન પૂરા કરી લીધા છે. આ સાથે જ તેણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ઇતિહાસમાં એક એવો મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, જેને ભવિષ્યમાં તોડવો કોઈ પણ ખેલાડી માટે લગભગ અશક્ય લાગી રહ્યો છે. વિરાટ હવે 9 અલગ-અલગ સિઝનમાં 500 કે તેથી વધુ રન બનાવનાર દુનિયાનો સૌપ્રથમ બેટ્સમેન બની ગયો છે.
2026 ની સિઝનમાં વિરાટનું બેસ્ટ પ્રદર્શન
આ વખતની સિઝનમાં વિરાટના પ્રદર્શન પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં રમાયેલી 13 ઇનિંગ્સમાં તેણે 542 રન ફટકારી દીધા છે. આ દરમિયાન તેના બેટમાંથી 1 શાનદાર સદી અને 4 ફિફ્ટી પણ જોવા મળી છે. સૌથી ખાસ વાત એ છે કે, IPL 2026 માં વિરાટનો સ્ટ્રાઇક રેટ તેની અત્યાર સુધીની આખી IPL કરિયરમાં સૌથી બેસ્ટ રહ્યો છે. આ સિઝનમાં તે 164.74 ના જબરદસ્ત સ્ટ્રાઇક રેટથી બોલરોની ધોલાઈ કરી રહ્યો છે.
કોની પાસે છે સૌથી વધુ વખત 500+ રન બનાવવાનો રેકોર્ડ?
IPL ની સિઝનમાં સૌથી વધુ વખત 500 નો આંકડો પાર કરવાનો તાજ હવે વિરાટ કોહલીના શિરે છે. તેણે અત્યાર સુધી 9 વાર આ સિદ્ધિ મેળવી છે. તેના પછી આ લિસ્ટમાં ડેવિડ વોર્નર અને કેએલ રાહુલનું નામ આવે છે, જેમણે 7-7 વખત એક સિઝનમાં 500 થી વધુ રન બનાવ્યા છે.
વિરાટ કોહલી: 9 વખત
ડેવિડ વોર્નર: 7 વખત
કેએલ રાહુલ: 7 વખત
શિખર ધવન: 5 વખત
આ પણ વાંચોઃ IPL વચ્ચે હાર્દિક પંડ્યા ફરી બનશે વરરાજા? આ તારીખે માહિકા શર્મા સાથે કરશે લગ્ન, જાણો અપડે
વિરાટે કઈ-કઈ સિઝનમાં બનાવ્યા 500 થી વધુ રન?
વિરાટે પહેલી વાર 2011 ની સિઝનમાં 16 મેચ રમીને 557 રન બનાવ્યા હતા. આ ઉપરાંત, એક જ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો અકબંધ રેકોર્ડ પણ કિંગ કોહલીના નામે જ છે, જે તેણે 2016 માં (973 રન) બનાવ્યો હતો. ચાલો જોઈએ સિઝન પ્રમાણે તેના આંકડા:
557 રન - IPL 2011
634 રન - IPL 2013
505 રન - IPL 2015
973 રન - IPL 2016
530 રન - IPL 2018
639 રન - IPL 2023
741 રન - IPL 2024
657 રન - IPL 2025
542+ રન - IPL 2026 (હજુ સિઝન ચાલુ છે)
આ પણ વાંચોઃ 2027 વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીનું BCCI ને સીધું અલ્ટીમેટમ: 'મારી જરૂર ના હોય તો કહી દો'
Frequently Asked Questions
IPL 2026 માં વિરાટ કોહલીએ કેટલા રન બનાવ્યા છે?
કયા ખેલાડીએ સૌથી વધુ વખત IPL માં 500+ રન બનાવ્યા છે?
વિરાટ કોહલી IPL ઇતિહાસમાં 9 વખત 500 કે તેથી વધુ રન બનાવનાર એકમાત્ર ખેલાડી છે.
IPL 2026 માં વિરાટ કોહલીનો સ્ટ્રાઇક રેટ શું છે?
IPL 2026 માં વિરાટ કોહલીનો સ્ટ્રાઇક રેટ 164.74 છે, જે તેની IPL કરિયરમાં સૌથી શ્રેષ્ઠ છે.
IPL માં એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કોના નામે છે?
IPL માં એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે, જેણે 2016 માં 973 રન બનાવ્યા હતા.



















