Virat Kohli Record: વિરાટ કોહલીને મોટી મેચનો ખેલાડી છે, તેણે ફરી એકવાર સાબિત કરી દીધું. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિ-ફાઇનલ (IND vs AUS) મેચમાં ઓસ્ટ્રેલિયા સામે લક્ષ્યનો પીછો કરતી વખતે વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 98 બોલમાં 84 રન બનાવ્યા હતા. કોહલીએ આ ઇનિંગમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સમય દરમિયાન વિરાટે ટાર્ગેટનો પીછો કરતા તેની ODI કરિયરના 8000 રન પણ પૂરા કર્યા.
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાને 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓપનર રોહિત શર્મા 28 રન અને શુભમન ગિલ 8 રન બનાવીને આઉટ થયા હતા. વિરાટ કોહલીએ શ્રેયસ અય્યર સાથે મળીને ત્રીજી વિકેટ માટે 91 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. આ દરમિયાન વિરાટ કોહલીએ ટાર્ગેટનો પીછો કરતા ODI ક્રિકેટમાં પોતાના 8 હજાર રન પૂરા કર્યા. વિરાટ કોહલી આવું કરનાર દુનિયાનો બીજો બેટ્સમેન બની ગયો છે.
વિરાટ કોહલીથી આગળ પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર છે. સચિન તેંડુલકરે ટાર્ગેટનો પીછો કરતા વનડેમાં 8720 રન બનાવ્યા છે. વિશ્વમાં માત્ર 2 બેટ્સમેન છે જેમણે વનડેમાં ટાર્ગેટનો પીછો કરતા 8 હજાર રન બનાવ્યા છે.
લક્ષ્યાંકનો પીછો કરતી વખતે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન (ODIમાં)
સચિન તેંડુલકર (ભારત) – 8720 રનવિરાટ કોહલી (ભારત) - 8003*રોહિત શર્મા (ભારત) - 6115 રનસનથ જયસૂર્યા (શ્રીલંકા) - 5742 રનજેક કાલિસ (દક્ષિણ આફ્રિકા) - 5575 રન
વિરાટ કોહલીએ નોકઆઉટ મેચમાં 1000 રન પૂરા કર્યા
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં વિરાટ કોહલીએ વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ICC નોકઆઉટ મેચોમાં 1 હજાર રન પૂરા કર્યા છે. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. સેમી ફાઈનલ મેચમાં કોહલીએ 84 રન બનાવ્યા હતા, તે મોટો શોટ મારતી વખતે કેચ આઉટ થયો હતો અને તેની સદી ચૂકી ગયો હતો.
ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન વેસ્ટ ઈન્ડિઝનો બેટ્સમેન ક્રિસ ગેલ છે. તેણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 17 મેચ રમીને 791 રન બનાવ્યા છે. આ પછી મહેલા જયવર્દને બીજા નંબરે છે. તેણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 22 મેચ રમીને 742 રન બનાવ્યા છે. આ પછી આવે છે શિખર ધવન. શિખર ધવન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. પરંતુ હવે આ સ્થાન પર વિરાટ કોહલીનો કબજો છે.
વિરાટ કોહલીએ શિખર ધવનને પાછળ છોડી દીધો
શિખર ધવને ચેમ્પિયન્સ ટ્રોફીમાં 10 મેચ રમીને 701 રન બનાવ્યા હતા. પરંતુ હવે વિરાટ કોહલીએ આના કરતા વધુ રન બનાવ્યા છે. શિખર ધવને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ત્રણ સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. જો વિરાટ કોહલીની વાત કરીએ તો તેણે એક સદી અને 6 અડધી સદી ફટકારી છે. હવે વિરાટ કોહલી પાસે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડવાની પણ તક છે, તે તેનાથી થોડા રન પાછળ છે.
વિરાટ કોહલીએ ધ્વસ્ત કર્યો શિખર ધવનનો રેકોર્ડ, ચેમ્પિયન્સ ટ્રોફીમાં બની ગયો નંબર વન ભારતીય બેટ્સમેન