ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની વન-ડે સીરિઝની પ્રથમ મેચ રમવા માટે મેદાનમાં ઉતરી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ દરમિયાન કહ્યું કે તેમની ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ઈજાને કારણે તે આજની મેચ રમી રહ્યો નથી.
યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણાએ નાગપુરમાં ઈંગ્લેન્ડ સામે વનડે ડેબ્યૂ કર્યું હતું. યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણાને તેમની વન-ડે કેપ્સ આપવામાં આવી છે. આનો અર્થ એ થયો કે આ બંને ખેલાડીઓ આજે વનડે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. કોચ ગૌતમ ગંભીરે યશસ્વીને તેની કેપ આપી જ્યારે મોહમ્મદ શમીએ હર્ષિતને તેની વન-ડે કેપ આપી હતી.
રોહિતે જણાવ્યું કે વિરાટ ગઈ રાતથી ઘૂંટણમાં દુખાવો અનુભવી રહ્યો હતો અને તેના કારણે તે આ મેચમાં રમી રહ્યો નથી. BCCI એ વિરાટ કોહલીની ફિટનેસ અંગે અપડેટ જાહેર કર્યું છે. બીસીસીઆઈએ માહિતી આપી છે કે વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડે મેચ માટે પસંદગી માટે ઉપલબ્ધ નથી કારણ કે તે ગઈકાલ રાતથી જમણા ઘૂંટણમાં દુખાવો અનુભવી રહ્યો છે. આ કારણે વિરાટ કોહલીને પ્રથમ ODI મેચ માટે ભારતીય ટીમની પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું ન હતું.
ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, શુભમન ગિલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી.
Rohit Sharma: ભવિષ્ય અંગે સવાલ કરવામાં આવતા ભડક્યો રોહિત શર્મા, પ્રેસ કોન્ફરન્સમાં આપ્યો જવાબ