કોહલીએ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની યુટ્યૂબ ચેનલ પર કહ્યું- આ સતત થઇ રહ્યું છે, અમારી પાસે બેસ્ટ ટીમ છે, તો તે એટલુ કઠીન નથી લાગી રહ્યું, બાયૉ બબલ રહી રહેલા બધા લોકો શાનદાર છે, માહોલ સારો છે. આ જ કારણે છે અમે સાથે રમવાનુ અને બાયૉ બબલમાં રહેવાની મજા લઇ રહ્યાં છીએ. કોહલીએ કહ્યું પરંતુ આ બધુ સતત થવુ બહુ કઠીન થઇ જાય છે.
આઇપીએલ રમી રહેલા ક્રિકેટરો ઓગસ્ટથી યુએઇમાં છે, આ પછી ભારતીય ટીમ સામેલ તમામ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા રવાના થઇ જશે, એટલે બહારની દુનિયાથી લાંબા સમય સુધી દુર રહેવુ પડશે. કોહલીએ કહ્યું માનસિક થાક પર પણ ધ્યાન આપવુ પડશે, ટૂર્નામેન્ટે કે પ્રવાસ કેટલો લાંબો છે, અને આના કારણે ખેલાડીઓને માનસિક રીતે શું અસર પડશે વગેરે વગેરે. સતત બહાર રહેવુ, આ બધી વસ્તુઓ પર ગંભીરતાથી વિચાર કરવો પડશે.