નવી દિલ્હીઃ કેપ્ટન વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતની 25 સભ્યો વાળી ટીમ ઓસ્ટ્રેલિયાના બે મહિનાના પ્રવાસ માટે સિડની પહોંચી ચૂકી છે. ટીમ ઇન્ડિયાને શહેરના બહારના વિસ્તારમાં 14 દિવસ સુધી ક્વૉરન્ટાઇન પર રહેવુ પડશે, પરંતુ આ બધાની વચ્ચે ટીમને અભ્યાસ કરવાની અનુમતી રહેશે.

ભારતીય ટીમની સાથે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમનારા ઓસ્ટ્રેલિયન સ્ટાર જેવા કે ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, પેટ કમિન્સ પણ અહીં પહોંચ્યા છે.

પહેલી ટેસ્ટ બાદ સ્વદેશ પરત ફરશે કોહલી
ન્યૂ સાઉથ વેલ્સ સરકારે ભારતીય ટીમને બે અઠવાડિયા સુધી ક્વૉરન્ટાઇન દરમિયાન પ્રેક્ટિસ કરવાની અનુમતી આપી દીધી છે. ભારતીય ટીમ બ્લેકટાઉન ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ પાર્કમાં અભ્યાસ કરશે, જેને સુરક્ષિત સ્થળ તરીકે તૈયાર કરવામાં આવ્યુ છે. કેપ્ટન કોહલી એડિલેડમાં 17 થી 21 ડિસેમ્બરની વચ્ચે પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ બાદ પોતાના પહેલા બાળકના જન્મના કારણે સ્વદેશ પરત ફરી જશે.

ડેલી ટેલાગ્રાફના રિપોર્ટ પ્રમાણે, ક્વૉરન્ટાઇન દરમિયાન તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવશે. ભારતીય ટીમ બે અઠવાડિયા સુધી પુલમેન હૉટલમાં રહેશે. અહીં પહેલા ન્યૂ સાઉથ વેલ્સની રગ્બી ટીમ પણ રોકાઇ હતી. તે હવે અન્ય હૉટલમાં જતી રહી છે. ટેલીગ્રાફના રિપોર્ટ પ્રમાણે હૉટલના અધિકારીઓએ ભારતીય કેપ્ટનને રોકાવવા માટે સ્પેશ્યલ પેન્ટહાઉસ સૂઇટ આપ્યુ, જ્યાં ખાસ કરીને ઓસ્ટ્રેલિયન રગ્બી દિગ્ગજ બ્રેડ ફિટલર રોકય છે.

ન્યૂ સાઉથ વેલ્સ સરકારે સીમિત સંખ્યામાં પરિવારજનોને અનુમતિ આપી છે, અને ખેલાડીઓના પરિવારજનોને ક્વૉરન્ટાઇનના નિયમોનુ પાલન કરવુ પડશે.