નવી દિલ્હીઃ સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટને ભારતીય ધૂરંધરોએ જબરદસ્ત હિંમત બતાવીને ડ્રૉ કરાવી દીધી, ખરેખરમાં આ ટેસ્ટમાં ભારત પર હારની તલવાર લટકી રહી હતી. પાંચમા દિવસની રમત દરમિયાન ટીમ ઇન્ડિયાના પુજારા, પંત, અશ્વિન અને વિહારીએ કમાલ કરી દીધો, અને કાંગારુઓના હાથમાંથી જીતની બાજી છીનવી લીધી હતી.

જોકે આ બધાની વચ્ચે એક વીડિયો વાયરલ થયો હતો, જેમા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ચીટિંગ સામે આવી હતી. કાંગારુ ટીમનો પૂર્વે કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે પીચ ખોતરીને ભારત પંતને આઉટ કરવાનુ કાવતરુ રચ્યુ હતુ. જોકે, આમ છતાં મેચ ડ્રૉ થતા સહેવાગે કટાક્ષ કરતુ ટ્વીટ કર્યુ છે.

સહેવાગે ટ્વીટ કરીને લખ્યું- તમામ પ્રકારના કાવતરા કરવા છતાં કંઇ કામ ના આવ્યુ, ખાયા પીયા કુછ નહીં ઔર ગ્લાસ તોડા બારાના. સહેવાગે ટ્વીટમાં ભારતીય ક્રિકેટરો પર ગર્વ પણ કર્યો છે, તેમાં લખ્યું - ભારતીય ટીમના પ્રયત્ને પર ગર્વ છે, છાતી ચોડી થઇ ગઇ છે.



સ્ટીવ સ્મિથે પીચ પર ઘસ્યા જુતા
પંતની આક્રમક બેટિંગ જોઇને ગભરાઇ ગયેલા સ્ટીવ સ્મિથે તેનુ ધ્યાન ભંગ કરવાની કોશિશ કરી હતી. પાંચમા દિવસની રમતમાં ડ્રિન્ક સમયે સ્ટીવ સ્મિથ ચૂપકેથી પીચ પર આવી ગયો અને બેટ્સમેનના માર્ક લેવાની જગ્યાએ જુતા ઘસવા લાગ્યો હતો. જોકે બાદમાં જ્યારે પંત બેટિંગ કરવા માટે આવ્યો તે તેને એમ્પાયરને પુછીને ફરીથી માર્ક સેટ કર્યુ હતો. સ્મિથનુ આ કાવતરુ કેમેરામાં કેદ થઇ ગયુ હતુ અને સોશ્યલ મીડિયા પર આ હરકતની લોકો નિંદા કરવા લાગ્યા હતા.



સ્મિથની આ હરકતનો વીડિયો વાયરલ થતાં જ ભારતીય ફેન્સે સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી હતી, અને સ્મિથને ટાર્ગેટ કરી રહ્યાં છે. ખાસ વાત છે કે જ્યારે આ કાવતરુ થઇ રહ્યું હતુ ત્યારે ખેલાડીનો ચહેરો ન હતો દેખાઇ રહ્યો પરંતુ તેની ટીશર્ટ પરનો 49 નંબર દેખાતા આ ખેલાડી સ્મિથ હોવાનુ ખુલ્યુ હતુ.