સહેવાગે મજાક કરતા કહ્યું કે જો ટીમ પુરી ના થતી હોય તો હું ઓસ્ટ્રેલિયામાં રમવા જવા તૈયાર છુ. સહેવાગે પોતાના ટ્વીટમાં લખ્યું- આટલા બધા પ્લેયરો ઇન્જર્ડ છે, 11 પુરા ના થતા હોય તો હું ઓસ્ટ્રેલિયા જવા તૈયાર છુ, ક્વૉરન્ટાઇન જોઇ લેશુ @BCCI. સહેવાગનુ આ ટ્વીટ ખુબ વાયરલ થઇ રહ્યું છે.
9 ખેલાડીઓ થયા ઇજાગ્રસ્ત
મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, રવિન્દ્ર જાડેજા, હનુમા વિહારી, ઋષભ પંત, કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ, મયંક અગ્રવાલ, રવિચંદ્રન અશ્વિન સહિતના સ્ટાર ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ ગયા છે. આ સીરીઝ પહેલા જે ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા હતા તેમાં ઇશાન્ત શર્મા, ભુવનેશ્વર કુમાર અને રોહિત શર્માનુ પણ નામ સામેલ હતુ.
ઇજાગ્રસ્ત ખેલાડીઓનુ આટલુ લાંબુ લિસ્ટ જોયા બાદ કયા કયા ખેલાડીઓને બ્રિસ્બેનની ચોથી ટેસ્ટમા સામેલ કરવામાં આવશે તે મોટો સવાલ છે.
ચાર ટેસ્ટ મેચોની સીરીઝ હાલ ચાલી રહી છે, જેમાં પ્રથમ ઓસ્ટ્રેલિયી જીત્યુ બીજી ભારત જીત્યુ અને ત્રીજી ટેસ્ટ મેચ ડ્રૉ થઇ છે, હવે બન્ને ટીમોની નજર ચોથી બ્રિસ્બેન ટેસ્ટ જીતીને બોર્ડર-ગાવસ્કર ટ્રૉફી પર કબજો જમાવવા પર રહેશે.