નવી દિલ્હીઃ આઇપીએલમાં ધોનીની સીએસકે કેકેઆર સામે માત્ર 10 રનથી હારી ગયા બાદ ક્રિકેટ ફેન્સ વચ્ચે ચર્ચા શરૂ થઇ ગઇ છે. લોકો સીએસકેના ખેલાડીઓને નિશાન લઇ રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે ટીમ ઇન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનર સહેવાગે પણ પોતાના મત આપ્યો છે. સહેવાગે પોતાની સીરીઝ વીરુ કી બેઠકમાં કેદાર જાધવને બરાબરનો ઝાટક્યો છે. ઉલ્લેખનીય છે કે બુધવારની મેચમાં ચેન્નાઇની જીત નક્કી હતી, પરંતુ છેલ્લી ઓવરોમાં બેટ્સમેનોએ કોલકત્તા સામે ઘૂંટણીયા ટેકી દીધા અને હારનો સામનો કરવો પડ્યો હતો.


ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર સહેવાગે હાર માટે ચેન્નાઇની નિંદા કરી, તેને કટાક્ષ કરતા કહ્યું કે, સીએસકેના કેટલાક ખેલાડીઓ ફ્રેન્ચાઇઝીને સરકારી નોકરી સમજી બેસ્યા છે. સહેવાગે કહ્યું- આ લક્ષ્યનો પીછો કરવા જોઇતો હતો, પરંતુ કેદાર જાધવ અને રવિન્દ્ર જાડેજા દ્વારા રમવામા આવેલા ડૉટ બૉલે મદદ ના કરી. મારા મતે ચેન્નાઇના કેટલાક બેટ્સમેન સીએસકેને સરકારી નોકરી સમજે છે, ભલે તમે પ્રદર્શન કરો કે ના કરો, તેમને ખબર છે કે તેમનો પગાર નથી કપાવવનો. ચેન્નાઇએ આઇપીએલ હરાજીમાં કેદાર જાધવને 7 કરોડથી વધુની રકમમાં ખરીદ્યો છે.

સહેવાગે પોતાની ફેસબુક સીરીઝ વીરુ કી બેઠકમાં કહ્યું મેન ઓફ ધ મેચનો અસલી હકદાર કેદાર જાધવ છે. સહેવાગે કહ્યું કે કેદાર જાધવ રન કરવાના તો દુર, તે દોડવા પણ ન હતો માંગતો.

168 રનોનો પીછો કરવા ઉતરેલી સીએસકે 157 રન જ કરી શકી હતી, અને 10 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં સીએસકેએ છ મેચ રમી છે પરંતુ જીત માત્ર બે મેચોમા જ મળી શકી છે.