લક્ષ્મણ સોશ્યલ મીડિયા પર એક સીરીઝ ચલાવી રહ્યાં છે, જેમાં તે સદીની સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોને સિલેક્ટ કરી રહ્યો છે. આ લિસ્ટમાં સચિન તેંદુલકર, અનિલ કુંબલે, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને જવાગલ શ્રીનાથ સામેલ છે.
લક્ષ્મણે હવે સહેવાગને ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસનો સૌથી ખતરનાક બેટ્સમેન ગણાવ્યો છે. સહેવાગને યાદ કરતા લક્ષ્મણે કહ્યું કે ક્વૉલિટી બૉલરોની સામે સહેવાગે પોતાની જાતને એક ખતરનાક ઓપનર તરીકે સ્થાપિત કરી દીધો છે. તેને કહ્યું કે સહેવાગ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસનો સૌથી ખતરનાક ઓપનર છે, તેને તે દુનિયાને બતાવી દીધુ છે.
નોંધનીય છે કે, સહેવાગે 104 ટેસ્ટ, 251 વનડે અને 19 ટી20 મેચો રમી છે. આ દરમિયાન તેને 8586 અને 8273 અને 394 રન બનાવ્યા છે. ખાસ વાત છે કે, જ્યારે સહેવાગે ક્રિકેટની શરૂઆત કરી હતી ત્યારે તે મીડલ ઓર્ડરમાં બેટિંગ કરતો હતો, બાદમાં ખતરનાક ઓપનર તરીકે પોતાની ઓળખ ઉભી કરી હતી.