નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે સીરીઝની બીજી મેચ રાયપુરમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ તરફથી શાનદાર બોલિંગ જોવા મળી હતી. ટીમ ઈન્ડિયાની આક્રમક બોલિંગ સામે ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 108 રનમાં જ સમેટાઈ ગઈ હતી. પરંતુ ટીમ ઈન્ડિયાની બેટિંગ બાદ શાનદાર મોમેન્ટ જોવા મળી હતી.
રોહિત શર્માએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે ચોગ્ગા અને છગ્ગાથી ભરેલી તેની અડધી સદીની ઇનિંગ્સથી ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું. આ સાથે જ 10મી ઓવરમાં રોહિતે શાનદાર સિક્સર ફટકારી હતી. આ દરમિયાન હિટમેનનો એક નાનો ચાહક મેદાનમાં ઘૂસી ગયો અને ઝડપથી દોડીને રોહિતને ગળે લગાવ્યો હતો. પરંતુ ગ્રાઉન્ડ સ્ટાફે તે બાળકને ઝડપથી દૂર કર્યો હતો. ભારતીય કેપ્ટનના મોટા દિલને જોયા બાદ ફેન્સ ફરી એકવાર સોશિયલ મીડિયા પર તેના વખાણ કરી રહ્યા છે.
હાલમાં જ રોહિત શર્માએ એક નાના બાળકના આંસુ લૂછ્યા હતા. જેનો વીડિયો ટ્વિટર પર જોવા મળ્યો હતો. મેદાનમાં પણ હિટમેન ઘણીવાર ઉદારતા બતાવતા જોવા મળે છે.
ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયાનો આઠ વિકેટે વિજય
IND vs NZ 2nd ODI: ટીમ ઈન્ડિયાએ રાયપુર વન-ડેમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું છે. આ રીતે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે સીરિઝ પર કબ્જો કરી લીધો છે. બીજી વનડેમાં ભારતીય ટીમને જીતવા માટે 109 રન બનાવવાના હતા. ટીમ ઈન્ડિયાએ માત્ર 20.1 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને લક્ષ્યનો સરળતાથી પીછો કરી લીધો હતો. આ સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ પણ બનાવી લીધી છે.
ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન રોહિત શર્માએ 51 રનની ઈનિંગ રમી હતી. ભારતીય કેપ્ટને 50 બોલમાં 51 રન બનાવ્યા હતા. તેણે 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ સિવાય શુભમન ગિલે અણનમ 40 રન બનાવ્યા હતા જ્યારે ઈશાન કિશને અણનમ 08 રન બનાવ્યા હતા. શુભમન ગિલે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે વિરાટ કોહલી 11 રન બનાવી આઉટ થયો હતો