Vaibhav Sooryavanshi: વૈભવ સૂર્યવંશી હાલમાં ક્રિકેટ જગતમાં છવાયેલો છે, જેમણે તાજેતરમાં જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તે ભારત માટે ઈન્ટરનેશનલ મેચ રમનારો સૌથી નાની ઉંમરનો ખેલાડી છે, જેમણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. તેમણે ટીમ ઈન્ડિયામાં સ્થાન IPL માં પોતાના શાનદાર પ્રદર્શનના દમ પર મેળવ્યું. પોતાની પ્રથમ જ સીઝન (2025) માં તેમણે ઐતિહાસિક સદી ફટકારી હતી, તે ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનારો બેટ્સમેન બન્યો. IPL 2026 માં પણ તે છવાયેલા રહ્યો, તેમણે દરેક મોટા બોલર સામે ડર્યા વગર બેટિંગ કરી. બુમરાહ, ભુવનેશ્વર, હેઝલવુડ જેવા વર્લ્ડક્લાસ બોલરો સામે પહેલા જ બોલ પર તેમણે બાઉન્ડ્રી લગાવી, જેણે દર્શાવ્યું કે 15 વર્ષનો આ ખેલાડી કોઈનાથી ડરતો નથી.
IPL દરમિયાન રવિન્દ્ર જાડેજા સાથેના એક ઈન્ટરવ્યુમાં વૈભવ સૂર્યવંશી પણ હાજર હત, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે કયો બોલર છે જેની બોલિંગ તમે રમવા નહીં ઈચ્છો? આ જ સવાલ પહેલા જાડેજાને પૂછવામાં આવ્યો તો તેમણે ઈંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરનું નામ લીધું. આ જ સવાલ વૈભવને પણ પૂછવામાં આવ્યો.
આ પણ વાંચો....ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
શું બોલ્યો વૈભવ સૂર્યવંશી?
વૈભવે કહ્યું, "હજી સુધી તો એવો કોઈ પણ બોલર નથી." તેમનો નિર્ભય અંદાજ ઈન્ટરવ્યુમાં પણ જોવા મળ્યો. તેમણે સ્પષ્ટ કહ્યું કે હજી સુધી એવો કોઈ બોલર નથી, જેની સામે રમવાથી તેમને ડર લાગે. આ જવાબ સાંભળીને સાથે બેઠેલા રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે હજી સુધી એવો કોઈ આવ્યો જ નથી, જેનાથી વૈભવને ડર લાગે." એવું નથી કે વૈભવ માત્ર વાતો કરી રહ્યા છે, આ અંદાજ તેમની બેટિંગમાં પણ સાફ દેખાય છે. બલ્કે હવે દરેક મોટો બોલર પણ તેમની સામે બોલિંગ કરતા ડરે છે!
વૈભવની ક્રિકેટ કારકિર્દી
15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. T20 ની શરૂઆતની 3 મેચોમાં વૈભવનું બેટ ચાલ્યું નહોતું, પરંતુ ઝિમ્બાબ્વે સામે તે ફોર્મમાં જોવા મળ્યા. તેમણે 3 માંથી 2 ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી.
ઈન્ટરનેશનલની વાત કરીએ તો વૈભવ સૂર્યવંશીએ 6 ઇનિંગ્સમાં 193 રન બનાવ્યા છે, જેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 81 રનનો છે જે ઝિમ્બાબ્વે સામે હરારેમાં આવ્યો હતો. ઈન્ટરનેશનલમાં તે 16 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકારી ચૂક્યો છે.
