શોધખોળ કરો

તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ

ચેન્નાઈ સુપર કિંગ્સ તેમની અંતિમ મેચ હાર્યા બાદ IPL 2026 પ્લેઓફ રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. મેચ પછી, કેપ્ટન રુતુરાજ ગાયકવાડને પૂછવામાં આવ્યું કે શું મહેન્દ્ર સિંહ ધોની આગામી સિઝનમાં રમશે. તેમનો જવાબ વાયરલ થઈ ગયો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • CSK 140 રનમાં ઓલઆઉટ, ગુજરાત સામે 89 રનથી હાર્યું.
  • રુતુરાજ ગાયકવાડ: લક્ષ્ય સુધી પહોંચવામાં ટીમ નિષ્ફળ રહી.
  • ઈજાઓ અને ખેલાડીઓની અછત સીઝનમાં ટીમ માટે મુશ્કેલ.
  • ધોની આગામી સિઝન રમશે કે કેમ, તે આવતા વર્ષે જાણવા મળશે.

MAHENDRA SINGH DHONI: ગુજરાતના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે રાત્રે એવો નજારો જોવા મળ્યો જેણે કરોડો ચાહકોના દિલ તોડી નાખ્યા. ગઈકાલે રાત્રે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે એક એવો મુકાબલો થયો જેમાં CSK એ પોતાની શાખ બચાવવાની હતી, પરંતુ ચેન્નાઈની આખી ટીમ માત્ર 140 રનમાં જ સમેટાઈ ગઈ અને 89 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ હારને કારણે ટીમ પ્લેઓફની રેસમાંથી પણ બહાર થઈ ગઈ છે. મેચ બાદ કેપ્ટન રુતુરાજ ગાયકવાડે જણાવ્યું કે તેમની ટીમ નોકઆઉટમાં સ્થાન મેળવવાની આશા જીવંત રાખવા માટે વહેલી તકે લક્ષ્ય પ્રાપ્ત કરવા માંગતી હતી, પરંતુ તેમ કરવામાં નિષ્ફળ રહી. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમે 229 રનનો પહાડ જેવો સ્કોર ઉભો કર્યો હતો. બીજી તરફ, ગુજરાતના શાનદાર બોલરોએ CSK ના બેટ્સમેનોને 14મી ઓવરમાં 140 રને ઓલઆઉટ કરીને ધજ્જિયા ઉડાવી દીધી હતી.

કેપ્ટન રુતુરાજ ગાયકવાડે શું કહ્યું?

મેચમાં પરાજય બાદ રુતુરાજ ગાયકવાડે કહ્યું, ‘અમે લક્ષ્યને વહેલી તકે હાંસલ કરવા માંગતા હતા. જ્યારે તમે 230 રનના લક્ષ્યનો પીછો કરી રહ્યા હોવ, ત્યારે તે બોલિંગ આક્રમણ સામે આ સરળ હોતું નથી. અમે મોટું જોખમ લીધું, જેનો શ્રેય તેમને જાય છે. શરૂઆતમાં વિકેટ થોડી નરમ હતી, તેમણે સારી શરૂઆત કરી. પાવરપ્લેમાં અમારી બોલિંગ સારી નહોતી. તેમના ઓપનિંગ બેટ્સમેનોને રોકવા મુશ્કેલ હતા. અમારી પાસે તેમને 200 રનથી ઓછા સ્કોર પર રોકવાની તક હતી, પરંતુ અમે તેમ કરી શક્યા નહીં.’

આ પણ વાંચો... IPLની વચ્ચે એમએસ ધોનીએ છોડ્યો CSK નો સાથ, રાંચી પરત ફર્યો, શું ચુપચાપ લઈ લીધો સંન્યાસ ?

કેપ્ટન રુતુરાજે ટીમની ઈજાઓ અને બેટ્સમેનોની કમી વિશે જણાવતા કહ્યું, ‘આ એક મુશ્કેલ સીઝન રહી છે. સતત ત્રણ હાર બાદ અમને લય મળી હતી. અમે સાચી જગ્યાએ બોલિંગ કરી પરંતુ ઈજાઓએ અમને પરેશાન કર્યા. ઘોષ અને ઓવરટનના બહાર થવાથી અમારી ટીમનું સંતુલન બગડી ગયું. છેલ્લી ત્રણ મેચમાં અમારી પાસે એક બેટ્સમેન અથવા બોલરની કમી હતી.’

શું એમએસ ધોની આગામી સીઝન રમશે?

મહેન્દ્ર સિંહ ધોની ઈજાના કારણે વર્તમાન સીઝનમાં એક પણ મેચ રમી શક્યા નથી, તેના પર ગાયકવાડને પૂછવામાં આવ્યું કે શું મહેન્દ્ર આગામી સીઝન રમશે? આના પર ગાયકવાડે કહ્યું, ‘તમને અને મને, અમને બંનેને આવતા વર્ષે આ બાબતે ખબર પડશે. તેમની ખોટ અમને ખૂબ જ પડી. તેઓ છેલ્લી ઓવરોમાં આવીને માત્ર ક્રિઝ પર ટકી રહીને જ મેચનું પાસું બદલી શકે છે. આગામી સીઝન વિશે અત્યારે કંઈ કહી શકાય નહીં, પરંતુ અમારી પાસે જે ખેલાડીઓ છે તેનાથી અમે ખૂબ ખુશ છીએ.’

Frequently Asked Questions

ચેન્નઈ સુપર કિંગ્સ ગુજરાત ટાઇટન્સ સામેની મેચ કેમ હારી ગયું?

CSK 229 રનના લક્ષ્યનો પીછો કરવામાં નિષ્ફળ રહ્યું અને માત્ર 140 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ગુજરાતના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું.

CSK પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું?

હા, ગુજરાત ટાઇટન્સ સામેની હારને કારણે ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે.

કેપ્ટન રુતુરાજ ગાયકવાડના મતે ટીમની હારનું કારણ શું હતું?

ગાયકવાડે જણાવ્યું કે ટીમ મોટા લક્ષ્યનો પીછો કરવામાં નિષ્ફળ રહી અને ઈજાઓને કારણે ટીમનું સંતુલન બગડી ગયું હતું.

શું એમએસ ધોની આગામી IPL સિઝનમાં રમશે?

કેપ્ટન રુતુરાજ ગાયકવાડના મતે, ધોની આગામી સિઝનમાં રમશે કે નહીં તે આવતા વર્ષે જ ખબર પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ આવી સામે, 4 ઓક્ટોબરથી શરૂ થશે ટુર્નામેન્ટ, આ દિવસે રમાશે ફાઇનલ- રિપોર્ટ
2027 ODI વર્લ્ડ કપની તારીખ આવી સામે, 4 ઓક્ટોબરથી શરૂ થશે ટુર્નામેન્ટ, આ દિવસે રમાશે ફાઇનલ- રિપોર્ટ
IND A vs AFG A: અફઘાનિસ્તાને બીજી વનડે જીતી; વરસાદે બગાડ્યો ટીમ ઈન્ડિયાનો ખેલ
IND A vs AFG A: અફઘાનિસ્તાને બીજી વનડે જીતી; વરસાદે બગાડ્યો ટીમ ઈન્ડિયાનો ખેલ
દિલ્હીમાં થયો જન્મ, ભારત માટે રમી ક્રિકેટ, હવે ઓસ્ટ્રેલિયા ટી20 ટીમમાં આ ખેલાડીને મળી જગ્યા
દિલ્હીમાં થયો જન્મ, ભારત માટે રમી ક્રિકેટ, હવે ઓસ્ટ્રેલિયા ટી20 ટીમમાં આ ખેલાડીને મળી જગ્યા
શ્રીલંકા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત; રાહુલ દ્રવિડના પુત્રને મળ્યો મોકો; જુઓ કોણ બન્યું કેપ્ટન
શ્રીલંકા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત; રાહુલ દ્રવિડના પુત્રને મળ્યો મોકો; જુઓ કોણ બન્યું કેપ્ટન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભુતિયા ડિમોલિશન કોના દબાણથી?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Rajya Sabha Election : રાજ્યસભાના ચારેય ઉમેદવારો બિનહરીફ
Gujarat Rain Forecast : આગામી બે દિવસ ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ? હવામાન વિભાગની આગાહી
Ambalal Patel Prediction : ચોમાસાને લઈ અંબાલાલ પટેલનું મોટું અનુમાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાન સાથે પીસ ડીલ ફાઈનલ, યુરોપમાં આ સપ્તાહમાં થશે હસ્તાક્ષર, મિસાઈલ હુમલાઓ વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત
ઈરાન સાથે પીસ ડીલ ફાઈનલ, યુરોપમાં આ સપ્તાહમાં થશે હસ્તાક્ષર, મિસાઈલ હુમલાઓ વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત
ઓફિસ સીલ, ફ્લોર ખાલી, ઈમરજન્સી એલર્ટ... આખરે અમેરિકાના રક્ષા વિભાગના પેન્ટાગનમાં કેમ મચી છે અફરાતફરી
ઓફિસ સીલ, ફ્લોર ખાલી, ઈમરજન્સી એલર્ટ... આખરે અમેરિકાના રક્ષા વિભાગના પેન્ટાગનમાં કેમ મચી છે અફરાતફરી
Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'
Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરશે અમેરિકા? ટ્રમ્પ કહ્યું- તે દિવસ દૂર નથી જ્યારે ખાર્ગ ટાપુ પર કરવામાં આવશે કબજો

Embed widget