Suryakumar Yadav dropped: શનિવારે BCCI એ T20 World Cup 2026 માટે ટીમની જાહેરાત કરીને ક્રિકેટ જગતમાં મોટો ધડાકો કર્યો છે. ટીમના વાઈસ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ (Shubman Gill) નું પત્તું કાપી નાખવામાં આવ્યું છે. જોકે, હવે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે જે દાવો કરે છે કે કેપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) નું સ્થાન પણ સુરક્ષિત નથી. શું ગિલની જેમ સૂર્યાને પણ બહારનો રસ્તો દેખાડવામાં આવશે? જાણો ડ્રેસિંગ રૂમની અંદરની કહાણી.

Continues below advertisement

ભારતીય ક્રિકેટ ટીમમાં હાલમાં મોટા ફેરફારો ચાલી રહ્યા છે. T20 વર્લ્ડ કપ 2026 માટે પસંદ કરાયેલી 15 સભ્યોની ટીમમાંથી શુભમન ગિલની બાદબાકીએ અનેક સવાલો ઉભા કર્યા છે. ગિલના સ્થાને ઈશાન કિશન (Ishan Kishan) અને સંજુ સેમસન (Sanju Samson) પર ભરોસો મુકવામાં આવ્યો છે. પરંતુ આ નિર્ણય પાછળનું સત્ય અને આંકડાકીય રમત કંઈક અલગ જ ઈશારો કરી રહી છે.

ગિલને અંધારામાં રાખીને લેવાયો નિર્ણય?

Continues below advertisement

મીડિયા રિપોર્ટ્સ અને સૂત્રોના જણાવ્યા અનુસાર, ગિલને ટીમમાંથી બહાર કરવાનો નિર્ણય અચાનક લેવામાં આવ્યો ન હતો. જ્યારે સાઉથ આફ્રિકા સામેની ચોથી T20 મેચ વરસાદ અને ધુમ્મસના કારણે ધોવાઈ ગઈ હતી, ત્યારે જ મેનેજમેન્ટે ગિલનું પત્તું કાપવાનું નક્કી કરી લીધું હતું. આઘાતજનક વાત એ છે કે આ અંગે ગિલ સાથે ન તો ચીફ સિલેક્ટર અજિત અગરકર (Ajit Agarkar) એ વાત કરી, ન તો કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) કે કેપ્ટન સૂર્યાએ કોઈ જાણ કરી. ગિલ અમદાવાદમાં રમાયેલી મેચમાં રમવા માટે પેઈનકિલર્સ લઈને પણ તૈયાર હતો, કારણ કે તેની ઈજા સામાન્ય હતી, પરંતુ મેનેજમેન્ટ તેને રમાડવા માંગતું ન હતું.

સૂર્યા vs ગિલ: આંકડા શું કહે છે? સૌથી મોટો વિવાદ અહીં જ છે. જો ફોર્મના આધારે ગિલને બહાર કરાયો હોય, તો સૂર્યકુમાર યાદવ ટીમમાં કેવી રીતે છે?

શુભમન ગિલ: વર્ષ 2025 માં 15 ઈનિંગ્સ રમી છે, જેમાં તેણે 137 ના સ્ટ્રાઈક રેટથી 291 Runs બનાવ્યા છે.

સૂર્યકુમાર યાદવ: વર્ષ 2025 માં 19 ઈનિંગ્સ રમી છે, જેમાં તેણે માત્ર 123.2 ના સાધારણ સ્ટ્રાઈક રેટથી 218 Runs જ બનાવ્યા છે.

આ આંકડા સ્પષ્ટ કરે છે કે કેપ્ટન સૂર્યાનું પ્રદર્શન ગિલ કરતા પણ ખરાબ રહ્યું છે. આ તેના કરિયરનું સૌથી ખરાબ વર્ષ છે. તેમ છતાં, 'કેપ્ટન' હોવાના નાતે તે બચી ગયો, જ્યારે વાઈસ કેપ્ટન ગિલનો ભોગ લેવાયો.

શું સૂર્યકુમાર પર પણ લટકી રહી છે તલવાર?

ક્રિકેટ એક્સપર્ટ્સ માને છે કે ગૌતમ ગંભીરની કાર્યશૈલીમાં 'જીત' સર્વોપરી છે. જો સૂર્યકુમાર યાદવ આગામી મેચોમાં રન બનાવવામાં નિષ્ફળ રહેશે, તો તે માત્ર કેપ્ટનશીપ જ નહીં પણ ટીમમાં પોતાનું સ્થાન પણ ગુમાવી શકે છે. ગિલની હકાલપટ્ટી એ અન્ય ખેલાડીઓ માટે પણ ચેતવણી સમાન છે. ડ્રેસિંગ રૂમમાં અત્યારે અવિશ્વાસનું વાતાવરણ છે, કારણ કે જે ખેલાડી (ગિલ) અન્ય બે ફોર્મેટનો કેપ્ટન છે, તેની સાથે આવું વર્તન થતું હોય તો અન્ય ખેલાડીઓની શું વિસાત?