womens odi world cup schedule : મહિલા ODI વર્લ્ડ કપ 2025 ના શેડ્યૂલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમને ઓરિજનલ શેડ્યૂલમાંથી કાઢી નાખવામાં આવ્યું છે અને આગામી એક કે બે દિવસમાં તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકે છે. ક્રિકબઝ અનુસાર, બેંગલુરુમાં યોજાનારી મેચોનું આયોજન તિરુવનંતપુરમને સોંપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર સુધી ચાલશે અને આ ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે યોજી રહ્યા છે.
શેડ્યૂલમાં ફેરફારની હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી. ક્રિકબઝમાં પ્રકાશિત અહેવાલ મુજબ, શેડ્યૂલમાં ફેરફારનો નિર્ણય સોમવારે લેવામાં આવ્યો છે, કારણ કે કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન (KSCA) ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચોનું આયોજન કરવા માટે કર્ણાટક સરકાર પાસેથી પરવાનગી મેળવવામાં નિષ્ફળ ગયું છે. BCCIએ KSCA ને પરવાનગી માટે વધુ 2 દિવસનો સમય આપ્યો હતો, તેમ છતાં તેને પરવાનગી મળી શકી નથી.
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કોઈ મેચ નહીં થાય
ચિન્નાસ્વામી સ્ટેડિયમને વર્લ્ડ કપમાં કુલ 5 મેચનું આયોજન સોંપવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટની પહેલી મેચ પણ અહીં 30 સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે રમવાની હતી. પરંતુ IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઐતિહાસિક જીત બાદ 4 જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ મચી ગઈ હતી, જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
વર્લ્ડ કપ મેચોના આયોજન અંગે અનિશ્ચિતતાનું કારણ જૂનમાં બેંગ્લોરમાં થયેલી ભાગદોડની ઘટના છે, જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે દુ:ખદ ઘટના પછી, કર્ણાટક સરકારે હજુ સુધી ચિન્નાસ્વામી સ્ટેડિયમને મેચોનું આયોજન કરવાની મંજૂરી આપી નથી. કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશનને પણ મહારાજા ટી20 ટુર્નામેન્ટ મૈસુરુ ખસેડવી પડી હતી.
ICC મહિલા ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2025 30 સપ્ટેમ્બરથી શરૂ થશે. ટુર્નામેન્ટનો સૌથી રોમાંચક અને રસપ્રદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ મેચ 5 ઓક્ટોબરના રોજ રમાશે. 3 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની મેચ અને 26 ઓક્ટોબરે ભારત વિરુદ્ધ બાંગ્લાદેશની મેચ રમાશે.
મહિલા વનડે વર્લ્ડ કપ (women odi world cup 2025) આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં યોજાવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 2 નવેમ્બર સુધી ચાલશે, જેમાં વિશ્વની ટોચની 8 ટીમો ભાગ લેશે. ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે વર્લ્ડ કપનું આયોજન કરવા જઈ રહ્યા છે.