2025  વર્લ્ડ કપ વિજેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દિલ્હી પહોંચી ગઈ છે. મંગળવારે સાંજે તમામ ખેલાડીઓ પહોંચી ગઈ હતી. ટીમ ઈન્ડિયા બુધવારે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. ગયા રવિવારે ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52  રનથી હરાવીને ઇતિહાસ રચ્યો હતો. 52  વર્ષ પછી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી.

Continues below advertisement

ફાઇનલ મેચ નવી મુંબઈમાં રમાઈ હતી. જ્યારે ભારતીય ટીમ અને કોચ અમોલ મઝુમદાર દિલ્હી જવા માટે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમને વિદાય આપવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી.

આવતીકાલે પીએમ મોદી સાથે મુલાકાત

Continues below advertisement

એવું જાણવા મળ્યું છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 5 નવેમ્બર, બુધવારે સવારે પીએમ મોદી સાથે નાસ્તો કરશે. ગયા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2024  T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય પુરુષ ટીમને પણ હોસ્ટ કરી હતી. તેમણે વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે અન્ય ભારતીય ખેલાડીઓ સાથે સંવાદ કર્યો હતો. 

52 વર્ષ પછી ઇતિહાસ રચાયો

લોરા વુલ્ફાર્ટની કેપ્ટનશીપ હેઠળ દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલીવાર ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. તેમણે સેમિફાઇનલમાં ચાર વખતના ચેમ્પિયન ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઇન્ડિયાએ સેમિફાઇનલમાં સાત વખતના ચેમ્પિયન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં, ભારતે દક્ષિણ આફ્રિકાને 52  રનથી હરાવીને 52 વર્ષમાં પહેલીવાર વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. ભારતની આ જીત સાથે ક્રિકેટમાં નવો ઈતિહાસ રચાયો છે.  

નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને, ટીમ ઈન્ડિયાએ પોતાનો પહેલો મહિલા વર્લ્ડ કપ ખિતાબ જીત્યો. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ટીમે એક એવી સિદ્ધિ હાંસલ કરી જેની ભારતીય મહિલા ટીમ વર્ષોથી રાહ જોઈ રહી હતી. આ જીત સાથે મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે.