WCL Season 3 Announced: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) ની વાપસી થવા જઈ રહી છે. WCL ની ત્રીજી સીઝન આ જ વર્ષે ઓક્ટોબર મહિનામાં યોજાશે, જેમાં આ વખતે કેટલાક નવા ચહેરા જોવા મળશે. યુવરાજ સિંહ, એબી ડિવિલિયર્સ, હરભજન સિંહ, મોઈન અલી અને ડ્વેન બ્રાવો પણ આ લીગમાં રમતા જોવા મળશે.

Continues below advertisement

 

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં નિવૃત્તિ લઈ ચૂકેલા ખેલાડીઓ ભાગ લે છે. પાછલી 2 સીઝન ધમાકેદાર રહી છે, જેમાં એબી ડિવિલિયર્સ, યુવરાજ સિંહ, હરભજન સિંહ, બ્રેટ લી, હાશિમ અમલા, શાહિદ આફ્રિદી અને શોએબ મલિક સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓ રમી ચૂક્યા છે. એટલું જ નહીં, ક્રિસ ગેલ, ઇંગ્લેન્ડ ટીમના પૂર્વ કેપ્ટન ઇયોન મોર્ગન અને કિરોન પોલાર્ડ પણ WCL માં રમી ચૂક્યા છે.

Continues below advertisement

આ પણ વાંચો... Orange-Purple Cap: IPL 2026 પ્લેઓફ વચ્ચે બદલાઈ ગઈ તસવીર, જાણો કોની પાસે છે ઓરેન્જ-પર્પલ કેપ 

7 ટીમ લેશે ભાગ

WCL 3 માં કુલ સાત ટીમ ભાગ લેશે. તેમના નામ ઈન્ડિયા ચેમ્પિયન્સ, પાકિસ્તાન ચેમ્પિયન્સ, ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ, ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ, દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ, બાંગ્લાદેશ ચેમ્પિયન્સ અને વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સ હશે. અગાઉ પણ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ આ જ ફોર્મેટમાં રમાઈ ચૂકી છે. જોકે, WCL એ હજુ સુધી સ્ક્વોડ (ટીમ) જાહેર કરી નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ઘણા ખેલાડીઓ પહેલીવાર WCL માં રમતા જોવા મળી શકે છે.

  • ઈન્ડિયા ચેમ્પિયન્સ
  • પાકિસ્તાન ચેમ્પિયન્સ
  • ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ
  • ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ
  • દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ
  • વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સ
  • બાંગ્લાદેશ ચેમ્પિયન્સ

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની પહેલી સીઝન વર્ષ 2024 માં રમાઈ હતી. પહેલી સીઝન ઈન્ડિયા ચેમ્પિયન્સે જીતી હતી, જેણે ફાઇનલમાં પાકિસ્તાન ચેમ્પિયન્સની ટીમને 5 વિકેટે હરાવી હતી. બીજી સીઝનમાં દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સે બાજી મારી હતી. ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાન ચેમ્પિયન્સને 9 વિકેટે પરાજય આપ્યો હતો. તમને જણાવી દઈએ કે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની મેચો T20 ફોર્મેટમાં રમાય છે. ભારત તરફથી યુવરાજ સિંહ, હરભજન સિંહ અને પાઠણ બ્રધર્સ સહિતના ક્રિકેટરોને મેદાન પર જોવા માટે ફેન્સ ઉત્સુક છે. જો કે હજુ ટીમની જાહેરાત કરવામાં આવી નથી. ટીમની જાહેરાત બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.