India vs Pakistan, World Cup 2023, Narendra Modi Stadium:  ભારત-પાકિસ્તાન વચ્ચે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 1 લાખ 32 હજાર દર્શકોની હાજરી વચ્ચે આઠમી વખત ટક્કર થશે. આ મહામુકાબલો નીહાળવા અનેક સેલિબ્રિટી અમદાવાદ પહોંચી ચુક્યા છે. ક્રિકેટનો ભગવાન ગણાતો ભારતનો પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ આવી પહોંચ્યા છે.


સચિન તેંડુલકરે શું કહ્યું


સચિન તેંડુલકરે એરપોર્ટ પર પહોંચ્યા બાદ કહ્યું, હું અહીંયા ભારતને સપોર્ટ કરવા આવ્યો છું. આપણને જે પરિણામની આશા છે તે જ આવશે તેવી અપેક્ષા છે.






અનુષ્કા શર્માનું પણ થયું આગમન






વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન સામે હાર્યું નથી


ભારતીય ટીમ વનડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે એક પણ મેચ હારી નથી. ટીમ ઈન્ડિયાએ 1992, 1996, 1999, 2003, 2011, 2015 અને 2019માં પાકિસ્તાનને હરાવ્યું છે. ભારતીય ટીમ આ જીતનો સિલસિલો જારી રાખવા માંગશે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં ત્રીજી વખત પાકિસ્તાન સામે તેના હોમ ગ્રાઉન્ડ પર રમશે. ભારતે 1996 (બેંગલોર) અને 2011 (મોહાલી)માં જીત મેળવી હતી.


સટ્ટાબજારમાં ભારતની ટીમ જીત માટે હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે. જેમાં હારજીત પર શરૂ થયેલા સટ્ટામાં ભારત તરફે સૌથી વધારે 75  ટકાથી વધારે સટ્ટો છે. જ્યારે પાકિસ્તાનની જીતની શક્યતા 25  ટકા જેટલી અંદાજવામાં આવી છે. આ સાથે મેચના ટોટલ સ્કોર, 300 થી વધારે સ્કોર અને પાવર પ્લેમાં સૌથી વધારે રન તેમજ અલગ અલગ સેશન પર પણ સટ્ટો ભારતની તરફેણમાં છે.  સામાન્ય રીતે જ્યારે ભારતની હોમગ્રાઉન્ડ પર મેચ હોય ત્યારે  મેચ ફીક્સ કરીને જીતની તક વધારવામાં આવે છે.  તેમાં પણ પાકિસ્તાન સામેની મેચમાં ભારત પર જીતનુ દબાણ હોય છે તે માટે  અને કરોડો રૂપિયા કમાવવા માટે બુકીઓ દ્વારા ઉપરથી  જ મેચ ફીક્સ કરી દેવામાં આવી હોવાથી પણ ભારતને હોટ ફેવરીટ માનવામાં આવી રહ્યું છે.