Pakistan Squad, World Cup 2023: પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે એક રાહતના સમાચાર છે. વાસ્તવમાં બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળની પાકિસ્તાન ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ માટે ભારત આવવા માટે વિઝા મળી ગયા છે. આ સિવાય અફઘાનિસ્તાન ટીમને પણ વિઝા મળ્યા છે. હવે બંને ટીમના ખેલાડીઓ ભારત આવી શકશે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ 27 સપ્ટેમ્બરે ભારતના હૈદરાબાદ પહોંચવાની છે. બાબર આઝમની ટીમ હૈદરાબાદમાં પોતાની વોર્મ-અપ મેચ રમશે. આ પછી તે વર્લ્ડ કપમાં 6 સપ્ટેમ્બરે નેધરલેન્ડ સામે મેદાનમાં ઉતરશે.           

  


પાકિસ્તાનના ખેલાડીઓ ક્યારે ભારત પહોંચશે?


જો કે વિઝા મળ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમ 27 સપ્ટેમ્બરે હૈદરાબાદ પહોંચશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિઝામાં વિલંબને કારણે PCB ખૂબ જ નારાજ હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICC સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસીને કહ્યું હતું કે વિઝામાં વિલંબને કારણે ટીમની વર્લ્ડ કપની તૈયારીઓ પ્રભાવિત થઈ રહી છે.                  


પીસીબીએ આઇસીસીને કરી હતી ફરિયાદ


વાસ્તવમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) વિઝા મળવામાં વિલંબ થવાથી નારાજગી વ્યક્ત કરી હતી. તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ને વિઝા મળવામાં વિલંબ અંગે ઠપકો આપ્યો હતો અને ફરિયાદ કરી હતી. પીસીબીએ આઈસીસીને કહ્યું હતું કે વિઝામાં વિલંબ પાકિસ્તાની ટીમની તૈયારીઓને અસર કરી શકે છે.                          


વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો કાર્યક્રમ


પાકિસ્તાન ક્રિકેટ ટીમ હૈદરાબાદમાં વોર્મ અપ મેચ રમશે. આ પછી ટીમ નેધરલેન્ડ સામેની મેચથી તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે 6 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં મેચ રમાવાની છે. પાકિસ્તાનની ટીમ 10 ઓક્ટોબરે હૈદરાબાદમાં શ્રીલંકા સામે તેની બીજી વર્લ્ડ કપ મેચ રમશે. જ્યારે ત્રીજી મેચ ભારતીય ટીમ સામે 14 ઓક્ટોબરે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.






નોંધનીય છે કે વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે.