શોધખોળ કરો

27 રન પર આખી ટીમ ઓલઆઉટ, પછી પાંચ રનમાં હરિફ ટીમે મેળવી જીત, નહીં જોઈ હોય આવી મેચ

સાઉદી અરેબિયા સામે આવી એકતરફી રમતની કોઈને અપેક્ષા નહોતી પરંતુ UAEની ખેલાડીઓએ મેદાન પર ઉતરતાની સાથે જ મેચનું પાસુ પલટી દીધું હતું 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સાઉદી અરેબિયા ટીમ માત્ર ૨૭ રન બનાવી ઓલઆઉટ થઈ.
  • યુએઈ ટીમે ૨૭ રનનો લક્ષ્ય ૫ બોલમાં જીત્યો હતો.
  • યુએઈની આ ઐતિહાસિક જીત ક્રિકેટ ઉત્સાહ વધારશે.
  • યુએઈ ACC મહિલા કપ ગ્રુપ B માં ટોચ પર.

નવી દિલ્હી: મહિલા ટી-20 વર્લ્ડ કપ શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે પરંતુ એસોસિયેટ રાષ્ટ્રો વચ્ચે ચાલી રહેલી મેચોએ ક્રિકેટનો ઉત્સાહ વધારી દીધો છે. સંયુક્ત આરબ અમીરાતની મહિલા ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ મહિલા પ્રીમિયર કપ 2026માં પોતાના ઐતિહાસિક પ્રદર્શનથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. સાઉદી અરેબિયા સામે આવી એકતરફી રમતની કોઈને અપેક્ષા નહોતી પરંતુ UAEની ખેલાડીઓએ મેદાન પર ઉતરતાની સાથે જ મેચનું પાસુ પલટી દીધું હતું 

ટીમ 27 રનમાં ઓલઆઉટ

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા સાઉદી અરેબિયા UAEના ઘાતક બોલિંગ આક્રમણ સામે જલદી ઓલઆઉટ થઈ ગઈ હતી. આખી ટીમ માત્ર 27 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સાઉદી અરેબિયા તરફથી માશૈલ વકાસે સૌથી વધુ 9 રન બનાવ્યા, પરંતુ બાકીના બેટ્સમેનોને રન કરવામાં મુશ્કેલી પડી રહી હતી. UAE તરફથી હીના હોતચંદાની, સુરક્ષા કોટ્ટે અને ઈશા ઓઝાએ શાનદાર બોલિંગ કરી હતી. ત્રણેય બોલરોએ ત્રણ-ત્રણ વિકેટ લીધી, જેનાથી સાઉદી અરેબિયા જલદી ઓલઆઉટ થઈ ગયું.

મેચ 5 બોલમાં પૂરી થઈ

27 રનના સરળ લક્ષ્યનો પીછો કરતા UAE ટીમે વિરોધી ટીમને કોઈ તક આપી નહીં અને માત્ર 5 બોલમાં જ મેચ જીતી લીધી. બે વખત ICC એસોસિયેટ ક્રિકેટર ઓફ ધ યર વિજેતા કેપ્ટન ઈશા ઓઝાએ બેટિંગમાં ધમાલ મચાવી. તેણીએ માત્ર 5 બોલમાં અણનમ 15 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. તીર્થા સતીશે તેના એકમાત્ર બોલ પર ચાર ફટકાર્યા. સાઉદી અરેબિયાના બોલરોએ 11 વધારાના રન આપીને UAEની જીતને વધુ સરળ બનાવી દીધી અને મેચ પ્રથમ ઓવર પણ પૂરી થાય તે પહેલાં જ સમાપ્ત થઈ ગઈ હતી.

UAEની શાનદાર રમત

આ શાનદાર જીત સાથે UAE ટીમ ACC મહિલા પ્રીમિયર કપના ગ્રુપ B માં ટોચ પર પહોંચી ગઈ છે. આ ટુર્નામેન્ટમાં તેમનો સતત બીજો વિજય છે. આ સાથે UAE હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં લક્ષ્ય હાંસલ કરનાર વિશ્વની ચોથી ટીમ બની ગઈ છે.                                                                 

Frequently Asked Questions

સાઉદી અરેબિયાની મહિલા ટીમે કેટલા રન બનાવ્યા?

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા સાઉદી અરેબિયાની ટીમે માત્ર 27 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. માશૈલ વકાસે સૌથી વધુ 9 રન બનાવ્યા હતા.

UAEની મહિલા ટીમે કેટલા બોલમાં મેચ જીતી?

UAEની ટીમે 27 રનના લક્ષ્યનો પીછો કરતા માત્ર 5 બોલમાં મેચ જીતી લીધી હતી. તેઓ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં લક્ષ્ય હાંસલ કરનાર વિશ્વની ચોથી ટીમ બની છે.

UAE તરફથી કઈ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું?

UAE તરફથી હીના હોતચંદાની, સુરક્ષા કોટ્ટે અને ઈશા ઓઝાએ શાનદાર બોલિંગ કરી હતી. આ ત્રણેય બોલરોએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

ACC મહિલા પ્રીમિયર કપમાં UAEનું પ્રદર્શન કેવું રહ્યું છે?

આ શાનદાર જીત સાથે UAE ટીમ ACC મહિલા પ્રીમિયર કપના ગ્રુપ B માં ટોચ પર પહોંચી ગઈ છે. આ ટુર્નામેન્ટમાં તેમનો આ સતત બીજો વિજય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત
'છેલ્લી મેચમાં 100 બનાવી દે યાર...', રોહિત શર્મા માટે આકાશ ચોપરાનો ભાવુક મેસેજ; કહી દીધી ઇમોશનલ વાત
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget