સાઉથટેમ્પનઃ  ટેસ્ટ ચેમ્પિયન બનવાથી ન્યૂઝિલેન્ડ 93 રન દૂર છે અને 8 વિકેટ હાથમાં છે. ન્યૂઝિલેન્ડને 33 રનના સ્કોર પર ફટકો લાગ્યો હતો. ટોમ લાથમ 9 રન બનાવી અશ્વિનની ઓવરમાં સ્ટંપ આઉટ થયો હતો. આ સાથે જ અશ્વિને મોટો રેકોર્ડ બનાવ્યો છે. સ્પોર્ટ્સ વેબસાઇટ ક્રિકબઝ મુજબ અશ્વિને ઈંગ્લેન્ડમાં 2010 બાદ રમતી વખતે ટેસ્ટની બંને ઈનિંગમાં પ્રથમ વિકેટ લેવાનું કારનામું બીજી વખત કર્યુ હતું. પ્રથમ ઈનિંગમાં પણ તેણે લાથમને 30 રને કોહલીના હાથે કેચ આઉટ કરાવી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. આ પહેલા 2018માં એજબેસ્ટોનમાં પણ તે આ કારનાનું કરી ચુક્યો છે.


ભારતીય ટીમ બીજી ઈનિંગમાં 170 રનમાં ઓલઆઉટ થઈ હતી. જેના કારણે ન્યૂઝિલેન્ડને જીતવા 139 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત તરફથી રિષભ પંતે સર્વાધિક 41 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર ફરીથી પાણીમાં બેસી ગયો હતો. સાઉથીએ 4, બોલ્ટે 3, જેમિસને 2 અને વેગનરે 1 વિકેટ લીધી હતી.


ન્યૂઝિલેન્ડે પ્રથમ ઈનિંગમાં 249 રન બનાવ્યા હતા. જેના કારણે તેણે ભારત પર 32 રનની સરસાઈ લીધી હતી. પાંચમા દિવસે ભારતીય ટીમના બોલર્સની શાનદાર બોલિંગના કારણે ન્યૂઝીલેન્ડની ટીમ 249 રનમાં ઓલઆઉટ થઈ હતી. ન્યૂઝિલેન્ડે પ્રથમ ઈનિંગમાં 32 રનની લીડ લીધી હતી.એક સમયે ન્યૂઝિલેન્ડે 7 વિકેટના નુકસાન પર 192 રન બનાવ્યા હતા અને તે ભારતથી 25 રન પાછળ હતું. પરંતુ છેલ્લી ત્રણ વિકેટે 57 રન ઉમેરીની ભારત પર મહત્વની લીડ લીધી હતી.


પાંચમા દિવસે ભારતની 32 રનની લીડ


મેચના પાંચમા દિવસે ભારતે 2 વિકેટ ગુમાવીને 64 રન બનાવ્યા હતા અને ન્યૂઝિલેન્ડ પર લીડ લીધી હતી. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોહલી 8 રને અને ચેતેશ્વર પુજારા 12 રને રમતમાં હતા. રોહિત શર્મા 30 અને શુબમન ગિલ 8 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. ટીમ સાઉથીએ બંનેને એલબીડબલ્યુ આઉટ કર્યા હતા.


ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ


ન્યૂઝિલેન્ડની ટીમઃ કેન વિલિયમ્સન (કેપ્ટન), ટૉમ લેથમ, ડેવોન કૉનવે, રોસ ટેલર, હેનરી નિકોલસ, બીજે વોટલિંગ, કોલિન ડિ ગ્રેન્ડહોમ, કાઇલ જેમિસન, ટિમ સાઉદી, નીલ વેગનર અને ટ્રેંટ બોલ્ટ