WPL 2025 Streaming And Telecast Detail: મહિલા પ્રીમિયર લીગ 2025 (WPL 2025) આજથી એટલે કે શુક્રવાર, 14મી ફેબ્રુઆરીથી શરૂ થશે. આ વખતે ટુર્નામેન્ટની ત્રીજી સિઝન રમાશે, જે 2023થી શરૂ થઈ હતી. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે. આ વખતે ટુર્નામેન્ટની તમામ 22 મેચો ચાર શહેરોમાં રમાશે. આવો જાણીએ તમે આખી ટુર્નામેન્ટ ક્યાં અને કેવી રીતે ફ્રીમાં જોઈ શકો છો.
ટુર્નામેન્ટની શરુઆત ક્યારથી થશે ?
મહિલા પ્રીમિયર લીગ 2025 આજથી એટલે કે શુક્રવાર, 14 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટુર્નામેન્ટની તમામ મેચો સાંજે 7.30 વાગ્યાથી રમાશે.
ટીવી પર ટૂર્નામેન્ટ લાઈવ ક્યાં જોશો ?
સ્પોર્ટ્સ 18 નેટવર્ક દ્વારા ભારતમાં ટીવી પર WPL 2025 મેચોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
લાઇવ સ્ટ્રીમિંગ ફ્રીમાં ક્યાં જોવા મળશે ?
WPL 2025 મેચોનું ફ્રી લાઇવ સ્ટ્રીમિંગ JioCinema દ્વારા કરવામાં આવશે. અહીં ફેન્સ એપ અને વેબસાઈટ પર મેચ જોઈ શકશે.
કયા ફોર્મેટમાં ટુર્નામેન્ટ યોજાશે?
છેલ્લી બે સિઝનની જેમ આ વખતે પણ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવા માટે સમાન ફોર્મેટ હશે. ગ્રુપ સ્ટેજના અંતે પાંચ ટીમોની ટૂર્નામેન્ટના ટેબલમાં ટોચ પર રહેનારી ટીમને સીધી ફાઇનલમાં સ્થાન મળશે. બાકીની બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો ફાઈનલ માટે એલિમિનેટર મેચ રમશે. આ રીતે ટુર્નામેન્ટ માટે બે ફાઇનલિસ્ટ ટીમો નક્કી કરવામાં આવશે.
ટુર્નામેન્ટ માટે તમામ 5 ટીમો
મુંબઈ ઈન્ડિયન્સ- અમનદીપ કૌર, અમનજોત કૌર, અમેલિયા કેર, ક્લો ટ્રાયોન, હરમનપ્રીત કૌર, હેલી મેથ્યુસ, જિન્તિમની કલિતા, સત્યમૂર્તિ કીર્તન, નતાલી સાઈવર, પૂજા વસ્ત્રાકર, સજીવન સજના, યાસ્તિકા ભાટિયા, સાયકા ઈશાક, શબનીમ ઈસ્માઈલ, નાદિન ડી ક્લાર્ક, જી કમલિની, સંસ્કૃતિ ગુપ્તા, અક્ષિતા માહેશ્વરી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- ડૈની વ્યાટ-હોઝ, સબ્બિેનની મેઘના, સ્મૃતિ મંધાના, આશા શોબાના, એલિસે પેરી, જ્યોર્જિયા વેયરહૈમ, કનિકા આહુજા, શ્રેયંકા પાટીલ, સોફી ડિવાઇન, ઋચા ઘોષ, રેણુકા સિંહ, એકતા બિષ્ટ, કેટ ક્રોસ, ચાર્લી ડીન, પ્રમિલા રાવત, વીજે જોશીતા, રાઘવી બિસ્ટ, જાગ્રવી પવાર.
દિલ્હી કેપિટલ્સ- જેમિમા રોડ્રિગ્સ, મેગ લૈનિંગ, શૈફાલી વર્મા, સ્નેહા દીપ્તિ, એલિસ કૈપ્સી, અનાબેલ સદરલેન્ડ, જેસ જોનાસેન, અરુંધતી રેડ્ડી, મારિજૈન કપ્પ, મિનુ મણિ, રાધા યાદવ, શિખા પાંડે, તાનિયા ભાટિયા, તિતાસ સાધુ, શ્રી ચરણી, નંદિની કશ્યપ, સારા બ્રાઈસ, નિકી પ્રસાદ.
ગુજરાત જાયન્ટ્સ- ભારતી ફુલમાલી, લૌરા વોલ્વાર્ડટ, ફોબે લિચફીલ્ડ, પ્રિયા મિશ્રા, એશ્લે ગાર્ડનર, દયાલન હેમલતા, હરલીન દેઓલ, સયાલી સતઘરે, તનુજા કંવેર, બેથ મૂની, શબનમ શકીલ, મન્નત કશ્યપ, મેઘના સિંઘ, કાશવી ગૌતમ, ડીંડ્રા ડૉટિન, સિમરન શેખ, ડેનિયલ ગિબ્સન, પ્રકાશિકા નાઈક.
યુપી વોરિયર્સ- કિરણ નવગિરે, શ્વેતા સહરાવત, વૃંદા દિનેશ, ચમારી અટાપટ્ટુ, દીપ્તિ શર્મા, ગ્રેસ હૈરિસ, પૂનમ ખેમનાર, સોફી એક્લેસ્ટોન, તાહલિયા મેકગ્રા, ઉમા છેત્રી, એલિસા હીલી, સાઈમા ઠાકોર, ગૌહર સુલ્તાના, અંજલિ સરવાની, રાજેશ્વરી ગાયકવાડ, અરુશી ગોયલ, ક્રાંતિ ગૌડ, અલાના કિંગ.
GG W vs RCB W: આ ત્રણ ખેલાડીઓ RCB ને બનાવી શકે છે ચેમ્પિયન,ગત સિઝનમાં મચાવી હતી ધમાલ