ચેમ્પિયન MI ને WPL 2025 ટાઇટલ જીતવા પર મળી બમ્પર ઇનામી રકમ, ફાઇનલમાં હારી ગયેલી દિલ્હી પર પણ થયો પૈસાનો વરસાદ

Mumbai Indians vs Delhi Capitals WPL 2025 Final: મુંબઈ ઈન્ડિયન્સે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે 8 રનથી વિજય મેળવીને પોતાનું બીજુ WPL ટાઇટલ જીત્યું. હરમનપ્રીત કૌરે 66 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી.

Continues below advertisement

Mumbai Indians vs Delhi Capitals WPL 2025 Final: મુંબઈ ઈન્ડિયન્સે મહિલા પ્રીમિયર લીગ (Mumbai Indians vs Delhi Capitals WPL Final)  ની રોમાંચક ફાઇનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને ટાઇટલ જીત્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 149 રન બનાવ્યા, જેના જવાબમાં દિલ્હી 20 ઓવરમાં માત્ર 141 રન જ બનાવી શક્યું. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ, મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હીને 8 રનથી હરાવ્યું અને તેમની બીજી WPL ટ્રોફી જીતી. ચાલો તમને વિજેતા મુંબઈ અને રનર્સઅપ ટીમની ઈનામી રકમ વિશે જણાવીએ.

Continues below advertisement

 

બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. દિલ્હીના બોલરોએ કડક બોલિંગ કરી પરંતુ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે 66 રન બનાવીને ટીમને 149 ના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધી. 44 બોલની આ ઇનિંગમાં કૌરે ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા.

 

છેલ્લી ઓવર સુધી રોમાંચક મેચ ચાલી, મુંબઈએ ફાઇનલ જીતી

મુંબઈ ઈન્ડિયન્સ આ મેચ એકતરફી જીતી શક્યું ન હતું, દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનોએ છેલ્લી ઓવર સુધી લડત આપી હતી. મેરિઝેન કાપે 26 બોલમાં 40 રન અને નિક્કી પ્રસાદે 23 બોલમાં 25 રન બનાવીને દિલ્હીને મેચમાં રોમાંસ યથાવત રાખ્યો હતો પરંતુ અંતે મુંબઈ ઈન્ડિયન્સે મેચ જીતી લીધી. દિલ્હી લક્ષ્યથી 9 રન પાછળ રહી ગયું અને મુંબઈ ઇન્ડિયન્સે 8 રનથી મેચ જીતી લીધી. મુંબઈ માટે, નતાલી સ્કીવરે મેગ લેનિંગ સહિત 3 મહત્વપૂર્ણ વિકેટ લીધી, તેણીએ તેના 4 ઓવરના સ્પેલમાં 30 રન આપ્યા.

WPL 2025 Winner Prize Money: મુંબઈ ઈન્ડિયન્સને કેટલી ઈનામી રકમ મળી?

મહિલા પ્રીમિયર લીગની વિજેતા ટીમ, મુંબઈ ઇન્ડિયન્સને 6 કરોડ રૂપિયાની ઇનામી રકમ મળી છે.

WPL 2025 runner up prize money: દિલ્હી કેપિટલ્સને શું મળ્યું?

મહિલા પ્રીમિયર લીગની રનર-અપ ટીમ દિલ્હી કેપિટલ્સને 3 કરોડ રૂપિયાની ઇનામી રકમ મળી છે.

Continues below advertisement
Sponsored Links by Taboola